જે રોડ વર્ષો સુધી ચાલશે તેવી બાહેંધરી પર સરકારે કરોડો ખર્ચ્યા હતાં. તે કરોડો રુપિયા એક ભારે વરસાદમાં જ ધોવાઈ ગયા છે, અને કંઈક તેવુ જ બન્યું છે. ગોધરા શહેરમાં હાલ એક પણ રસ્તો મસ્ત મોટા ખાડાઓથી બાકાત રહ્યોં નથી. મુખ્ય કહી શકાય તેવા તમામ રસ્તાઓ પર દોઢ ફૂટ ઊંડા અને માપી ન શકાય તેવા લાંબા ખાડાઓ પડી ગયા છે.
ગોધરામાં ખાડાઓથી લોકો પરેશાન, પાલીકાની વરસાદમાં પોલ ખુલી
ગોધરાઃ આ વર્ષે ચોમાસામાં મેઘરાજા મન મૂકીને ધોધમાર વરસી રહ્યા છે. ધરતીને તૃપ્ત કરતા મેઘરાજાનું રોદ્ર સ્વરૂપ ગુજરાતના વિકાસની ઝડપ ધીમી કરી દેનારૂ છે. તો ક્યાંક વિકાસની પોલ ખોલનારૂં સાબિત થયું છે. સમગ્ર ગુજરાતમાં પડેલ ભારે વરસાદના કારણે રોડ રસ્તા સંપૂર્ણ રીતે ધોવાઈ ગયા છે. જેથી, કોન્ટ્રાક્ટરોની અને તંત્રની મિલી ભગત ઉઘાડી પડી છે. અને તેવુ કંઈક જ બન્યું છે. ગોધરા શહેર વરસાદમાં ખાડાઓનું શહેર બની ગયું છે.
ગોધરામાં ખાડાઓથી લોકો પરેશાન, પાલીકાની વરસાદમાં પોલ ખુલી
હાલ વાહન ચાલકો મહા મુસીબત્તે શહેરમાં ફરી રહ્યા તે આપ જોઈ શકો છો, પાલિકા સત્તાધીશો જાણે કોઈ ઉંઘમાં હોય તેવુ લાગી રહ્યું છે.
એક તરફ ગોધરા ખાડાઓથી પરેશાન છે. ત્યારે, સત્તાધીશો માત્ર ઠાલા આશ્વાસન સિવાય કંઈ કહેતા નથી અને શહેરીજનોના ટેક્સનો પગાર લેતા અને કરોડો ખર્ચી શહેરના વિકાસની વાતો માત્ર સત્તાધીશો વાત જ કરે છે.