આ સાથે જ મુખ્યપ્રધાન સાથે પ્રભારી પરાક્રમસિંહ જાડેજા, પ્રભાતસિંહ ચૌહાણ, જેમની પર પ્રભાતસિંહએ ગંભીર આક્ષેપ કર્યા હતા. તે શહેરના ધારાસભ્ય જેઠા ભરવાડ પણ આ ઉદ્દઘાટનમાં ઉપસ્થિત રહ્યા હતા. મધ્યસ્થ કાર્યાલયનું ઉદ્ઘાટન કર્યા બાદ મુખ્યપ્રધાન સહિત તમામ નેતાઓ ગોધરાના મહેંદી બંગલો સ્થિત સભા સ્થળે પહોંચ્યા હતા.
મહત્વનું છે કે, મુખ્યપ્રધાન સાથે પ્રભાતસિંહ ચૌહાણ, જેઠા ભરવાડ, પરાક્રમસિંહ જાડેજા, સી.કે.રાઉલજી, પ્રભાતસિંહ ચૌહાણના પુત્રવધુ અને કાલોલના ધારાસભ્ય સુમન ચૌહાણઅને હાલના પંચમહાલ લોકસભા બેઠકના ઉમેદવાર રતન સિંહ રાઠોડ સહિતના જિલ્લા ભાજપના અને સંગઠનના અનેક નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા.આ સભા સ્થળે જ મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 'મૈં ભી ચોકીદાર' કાર્યક્રમ જીવંત નિહાળ્યો હતો. આ કાર્યક્રમ નિહાળવા માટે મોટી સંખ્યામાં ભાજપના કાર્યકર્તાઓ પણ ઉપસ્થિત રહ્યા હતા.