- ગોધરાના દાંડિયા ઉદ્યોગના માલિકો અને કારીગરો માટે વિશેષ રાહત પેકેજની માંગ કરી
- કોરોના મહામારીમાં દાંડિયા ઉદ્યોગકારોને મોટું નુકસાન
- એશિયાઈ દેશોમાં ગોધરાના દાંડિયાની માંગ
પંચમહાલ: ગોધરામાં આવેલા 200 ઉપરાંત દાંડિયા કારખાનેદારો દ્વારા તૈયાર કરવામાં આવેલા દાંડિયા હાલ તો માથે પડ્યા છે. મહામહેનતે તૈયાર કરવામાં આવેલા લાખોની કિંમતના દાંડિયાનો જથ્થો રઝળી પડતા કારખાનેદારો ને રાતાપાણીએ રોવાનો વારો આવ્યો છે. કારખાનામાં કામ કરી રહેલા એક હજાર ઉપરાંત કારીગરોની રોજીરોટી ઉપર સીધી અસર પડી છે.
નાના ઉદ્યોગકારો માટે રાહત પેજેકની સરકાર જાહેરાતની માંગ
દાંડિયાનો નિકાસ ન હોવાના કારણે હાલ દાંડિયા ઉદ્યોગકારોને મોટું નુકસાન વેઠવાનો વારો આવ્યો છે.જેના કારણે 50 ઉપરાંત કારખાનેદારોને કારખાના બંધ કરવાનો વારો આવ્યો છે. તો કેટલાક કારીગરો છૂટક મજૂરી કરીને પોતાના પરિવારનું ગુજરાન ચલાવે છે. તો કેટલાક કારીગરો પાટલા વેલણ બનાવી પોતાનું ગુજરાન ચલાવે છે. ત્યારે આ નાના ઉદ્યોગકારો માટે રાહત પેજેકની સરકાર જાહેરાત કરે તેવી માંગ દાંડિયા કારખાનેદારો કરી રહ્યા છે.