ગુજરાત

gujarat

ETV Bharat / state

Panchmahal News : ગોધરા કોર્ટે લાંચના કેસમાં સમાજ કલ્યાણ અધિકારીને સજા ફટકારી, લાંચિયા અધિકારીઓમાં ફફડાટ - Godhra District Panchayat Office

ગોધરા કોર્ટ દ્વારા 10 વર્ષ પૂર્વે નોંધાયેલા લાંચના કેસ મામલે ચુકાદો આપ્યો છે. વર્ષ 2013 માં લાંચ કેસમાં સમાજ કલ્યાણ અધિકારીને કોર્ટે સજા ફટકારી છે. આ અંગે સરકારી વકીલ દ્વારા સમગ્ર માહિતી આપવામાં આવી હતી.

Panchmahal News
Panchmahal News

By ETV Bharat Gujarati Team

Published : Nov 11, 2023, 3:50 PM IST

ગોધરા કોર્ટે લાંચના કેસમાં સમાજ કલ્યાણ અધિકારીને સજા ફટકારી

પંચમહાલ :ગોધરા કોર્ટ દ્વારા વર્ષ 2013 ના લાંચ કેસમાં સમાજ કલ્યાણ અધિકારીને સજા ફટકારી છે. આરોપીએ બિલ પાસ કરાવવા બદલ ફરિયાદી પાસેથી લાંચ માંગી હતી. જોકે, આ મામલે ફરિયાદીએ LCB કચેરીને જાણ કરી હતી. બાદમાં વડોદરા LCB દ્વારા છટકું ગોઠવી લાંચખોર અધિકારીને રંગેહાથ ઝડપી પાડ્યો હતો.

2013 નો લાંચ કેસ : સરકારી વકીલ રાકેશભાઈ વ્યાસે કેસની વિગત આપતા જણાવ્યું હતું કે, સ્વ. હબીબ પ્રેસવાલા પોતે ટ્રોનીકલ નામના અખબાર છાપાતા પ્રેસમાં પ્રેસ રિપોર્ટર તરીકે નોકરી કરતા હતા. 30 નવેમ્બર 2013 ના રોજ અખબારમાં છપાવેલ જાહેરાતના સંદર્ભમાં તે પ્રસિદ્ધ કરેલ જાહેરાતના બિલની રકમ રૂ. 5,000 નું બિલ થયું હતું. આ બિલ બનાવી ગોધરાની જિલ્લા સમાજ કલ્યાણ અધિકારીની કચેરીમાં મંજૂરી માટે આપ્યું હતું.

લાંચિયા સરકારી બાબુ : આ બિલની રકમનો ચેક લેવા માટે ગોધરા જિલ્લા પંચાયત કચેરીમાં સમાજ કલ્યાણ અધિકારી વર્ગ-2 તરીકે ફરજ બજાવતા હરીસિહ કીકાભાઈ મુનીયાએ સ્વ. હબીબ પાસેથી રૂપિયા 1 હજાર લાંચ પેટે માંગ્યા હતા. ફરીયાદી પોતે જાગૃત નાગરિક હોવાથી અને લાંચ આપવા માંગતા ન હોવાથી તેઓએ વડોદરા LCB કચેરીનો સંપર્ક કર્યો હતો.

કોર્ટે આકરી સજા ફટકારી : ફરિયાદીની ફરિયાદના આધારે LCB ટીમે છટકું ગોઠવી આરોપીને લાંચના નાણાં સ્વીકારતા રંગેહાથ ઝડપી પાડ્યો હતો. જે બાબતે LCB ટીમ દ્વારા સંપૂર્ણ તપાસ કરી પંચમહાલ જિલ્લાના મહે. સ્પેશિયલ જજ (એસીબી) સમક્ષ આરોપી વિરુદ્ધ કેસ ચલાવવા માટે ચાર્જશીટ દાખલ કરી હતી. કોર્ટમાં સ્પેશિયલ કેસ જિલ્લાના મહે.સ્પેશિયલ જજ પી. વી. શ્રીવાસ્તવની કોર્ટમાં કેસ ચાલ્યો હતો.

લાંચિયા અધિકારીઓમાં ફફડાટ : ફરિયાદી પક્ષે કોર્ટ સમક્ષ રજૂ કરેલા સમગ્ર પુરાવા તથા જિલ્લા સરકારી વકીલ રાકેશ એસ. ઠાકોરની દલીલો તથા રજૂઆતને ધ્યાનમાં લઈ સમાજ કલ્યાણ અધિકારી હરિસિંહ કીકાભાઈ મુનીયાને તકસીરવાન ઠરાવી 4 વર્ષની સજાનો હુકમ કર્યો હતો. ઉલ્લેખનીય છે કે, આ ચુકાદા બાદ સમગ્ર સરકારી આલમમાં ભ્રષ્ટાચાર આચરનારા લાંચિયા અધિકારીઓમાં ફફડાટ તથા ભયનો માહોલ ફેલાઈ ગયો છે.

  1. SRP Jawan Accident: હાલોલ નજીક SRP જવાનોથી ભરેલી બસ પલટી, 30થી વધુ જવાનો ઈજાગ્રસ્ત
  2. Panchmahal News: નાયબ જિલ્લા વિકાસ અધિકારીની સરપ્રાઈઝ વિઝીટથી શિક્ષણ અને આરોગ્ય વિભાગની લાલિયાવાડી પોલ ખુલી

ABOUT THE AUTHOR

...view details