પંચમહાલઃ પંચમહાલ જિલ્લામાં આજે વધુ નવા 12 કેસો પોઝિટિવ મળતા જિલ્લાનો કોરોના સંક્રમણના કુલ કેસનો આંક 433 પર પહોંચ્યો છે. તો બીજી તરફ વધુ 4 દર્દીઓ કોરોનાને મ્હાત આપી સાજા થયા છે.
ગોધરા શહેર ભાજપ પ્રમુખ કોરોનાથી સંક્રમિત - પંચમહાલ કોરોના અપડેટ
પંચમહાલ જિલ્લામાં આજે વધુ નવા 12 કેસો પોઝિટિવ મળતા જિલ્લાનો કોરોના સંક્રમણના કુલ કેસનો આંક 433 પર પહોંચ્યો છે. તો બીજી તરફ વધુ 4 દર્દીઓ કોરોનાને મ્હાત આપી સાજા થયા છે.
પંચમહાલ જિલ્લામાં કોરોના કેસોમાં ચિંતાજનક વધારો જોવા મળ્યો છે. જેમા પંચમહાલ જિલ્લામાં આજે વધુ કોરોના સંક્રમણના 12 નવા કેસ મળી આવતા કુલ કેસની સંખ્યા 433 થવા પામી છે. નવા મળી આવેલા 12 કેસો પૈકી ગોધરા શહેરમાંથી 5 અને કાલોલમાંથી 1 કેસ મળી આવ્યા છે.
ગોધરા ગ્રામ્યમાંથી 1, કાલોલ ગ્રામ્યમાંથી 3, શહેરા ગ્રામ્યમાંથી 1 અને જાંબુઘોડા ગ્રામ્યમાંથી 1 કેસ મળી આવ્યા છે. ગોધરા શહેરમાંથી મળી આવેલા 5 કેસોમાં ગોધરા નગર ભાજપ પ્રમુખ મહેશ હરુમલાની તેમજ ગોધરા શહેર મહામંત્રી પવન સોની અને અન્ય એક કાર્યકર્તા પણ કોરોનાથી સંક્રમિત થયા છે. તો બીજી તરફ જિલ્લા માટે રાહતની વાત એ છે કે, અસરકારક સારવારને પરિણામે સાજા થતા આજે વધુ 4 દર્દીઓને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી. આ સાથે જિલ્લાના કુલ 264 દર્દીઓ કોરોનાને પછડાટ આપી સાજા થયા છે. જિલ્લામાં કોરોનાના સક્રિય કેસોની સંખ્યા 136 થઈ છે.