ગુજરાત

gujarat

ETV Bharat / state

પંચમહાલમાં ઉતરાયણ પર્વ પર વેપારીઓમાં નિરાશા જોવા મળી - latest news about kite festival

પંચમહાલ: આગામી ઉત્તરાયણ પર્વને લઇને ગોધરા શહેર સહિતના બજારોમાં પતંગ દોરા સહિતની હાટડીઓ ખુલી ગઇ છે. પણ ગત વર્ષ કરતા પતંગની બજારોમાં મંદીનો માહોલ જોવા મળી રહ્યો છે. પરંતુ વેપારીઓને આશા છે કે, ઉત્તરાયણના આગલા દિવસોમાં પતંગ દોરા સહિતનો માલસામાન વેચાઈ જશે.

પંચમહાલમાં ઉતરાયણ પર્વ પર વેપારીઓમાં નિરાશા
પંચમહાલમાં ઉતરાયણ પર્વ પર વેપારીઓમાં નિરાશા

By

Published : Jan 8, 2020, 6:43 PM IST

ગુજરાતમાં ઉત્તરાયણ પર્વના ઉજવણી ધામધૂમથી થતી હોય છે. પંચમહાલ જિલ્લાના વડામથક ગોધરા તેમજ હાલોલ, કાલોલ શહેર સહિતના અન્ય તાલુકા મથકો પર પણ પતંગ અને દોરાની હાટડીઓ ખુલી જવા પામી છે. હાલમાં નરેન્દ્ર મોદીના ફોટાવાળી ,PUBG ગેમના ચિત્રોવાળી તેમજ નવી વેરાઈટી વાળી પતંગો બજારમાં જોવા મળી રહી છે. સાથે-સાથે સુરતી માંજાની પણ માંગ વધી છે. તો કેટલાક પતંગ રસિયાઓ દોરાની રીલ લઈને સુતાવાનો આગ્રહ રાખતા હોય છે.

પંચમહાલમાં ઉતરાયણ પર્વ પર વેપારીઓમાં નિરાશા
પંચમહાલમાં આ વખતે ઉત્તરાયણ પર્વને લઇને પતંગ બજારમાં મંદીનો માહોલ જોવા મળી રહ્યો છે. ઘરાકી પણ ઓછા જોવા મળી રહી છે. ત્યારે વેપારીઓનું કહેવું છે કે, ગત ઉતરાણમાં પંદર દિવસ પહેલા જ ઘરાકી જોવા મળતી હતી. હાલ મંદીનો માહોલ જોવા મળી રહ્યો છે. પરંતુ અમને વિશ્વાસ છે કે, ઉતરાણના આગલા ચાર દિવસોમાં અમારો પતંગ દોરા સહિતનો માલસામાન વેચાઈ જશે.

ABOUT THE AUTHOR

...view details