ભારતીય જનતા પાર્ટીએ જે કર્યું છે, તે કરી બતાવ્યું છે: શિવરાજ સિંહ ચૌહાણ - pml
પંચમહાલઃ જિલ્લામાં ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારો ચૂંટણી પ્રચાર કરી રહ્યા છે. ત્યારે અન્ય રાજ્યોમાંથી પણ પ્રચાર અર્થ રાજકીય નેતાઓ પંચમહાલમાં આવી રહ્યા છે. ત્યારે હાલોલ તાલુકાના વડા તળાવ પાસે આવેલા ઢીકવા ગામે મધ્યપ્રદેશના પૂર્વ મુખ્યપ્રધાન શિવરાજ સિંહ ચૌહાણ પ્રચાર અર્થે આવ્યા હતા.
પંચમહાલ જિલ્લામાં હાલોલ વિધાનસભા વિસ્તારનો છોટાઉદેપુર લોકસભા વિસ્તારમાં સમાવેશ થાય છે. છોટાઉદેપુર લોકસભા મત વિસ્તારના ભાજપના ઉમેદવાર તરીકે ગીતાબેન રાઠવાને ઉભા રાખવામાં આવ્યા છે. તેમના પ્રચાર અર્થે હાલોલ તાલુકાના ઢીકવા ગામ પાસે એક જન સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. તેમાં મધ્યપ્રદેશના પૂર્વ મુખ્યપ્રધાન શિવરાજ સિંહ ચૌહાણ હાજર રહ્યા હતા. વાતાવરણ યોગ્ય ન હોવાને કારણે સવારે 10 વાગ્યાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. પણ હવામાન હોવાને કારણે તેમનું હેલિકોપ્ટર ઊડી શક્યું ન હતું ત્યાંથી તેઓ ચાર કલાક મોડા આવ્યા હતા.