ભાજપ પક્ષમાંથી પોતાનું પત્તું કપાતા રાતાપીળા થયેલા પ્રભાતસિંહ ચૌહાણ ટેકેદારોનું સમર્થન મેળવવા ખેડાના ઠાસરા ખાતે આવેલા નેશ ખાતે ટેકેદારો સાથે બેઠકનું આયોજન કર્યુ હતું. જ્યાં બેઠકમાં તેમણે પોતાનો પક્ષ રજૂ કરી ટેકેદારોનું સમર્થન મેળવવાના પ્રયાસ કરતાં પોતાને ટિકિટ ન મળવા અંગે શહેરાના ધારાસભ્ય અને પંચમહાલ ડેરીના ચેરમેન જેઠાભાઇ ભરવાડ પર આક્ષેપો કર્યા હતા. તો આ બેઠકમાં તેમણે કોગ્રેસમાંથી ટિકિટ મેળવી 4થી એપ્રિલે ઉમેદવારી નોંધાવશે તેમ કાર્યકરોને જણાવી ગોધરા ખાતે ઉપસ્થિત રહેવા જણાવ્યું હતું.
પંચમહાલ બેઠક પરથી પત્તું કપાતા પ્રભાતસિંહ થયા રાતાપીળા - bjp
પંચમહાલ: લોકસભાની ચૂંટણી માટે ભાજપ દ્વારા સાંસદ પ્રભાતસિંહ ચૌહાણને પડતા મુકતા બળવો કરવાના મૂડ સાથે પ્રભાતસિંહ ચૌહાણ પોતાના ટેકેદારો સાથે બેઠકોનું આયોજન કરવામાં આવી રહી છે. ત્યારે પ્રભાતસિંહ ચૌહાણે ઠાસરા ખાતે આવેલા નેશ ગામે પોતાના ટેકેદારો સાથે બેઠકનું આયોજન કર્યુ હતું. તો આ સાથે જ 4 એપ્રિલના રોજ ઉમેદવારી નોંધાવવા અંગેની બેઠકમાં વિગતો આપી હતી.
પ્રભાતસિંહ ચૌહાણ
જો કે કોગ્રેસમાંથી પોતે ઉમેદવારી નોંધાવશે તેમ પ્રભાતસિંહે જણાવતાં કાર્યકરોએ બેઠકમાંથી ચાલતી પકડી હતી. ભાજપના કાર્યકરોએ પોતે પક્ષ સાથે જ રહેશે તેમ જણાવ્યું હતું. ત્યારે સમર્થન મેળવવા પંચમહાલથી ખેડાની દોડ નિષ્ફળ નિવડશે તેમ કાર્યકરો જણાવી રહ્યાં છે.
પ્રભાતસિંહની બેઠકનું કવરેજ કરવા પહોંચેલા પત્રકારો સાથે પ્રભાતસિંહે દાદાગીરી કરતાં મારામારી કરવાની ધમકી પત્રકારોને આપી હતી.