ગુજરાત

gujarat

ETV Bharat / state

પૂર્વ પ્રધાન જયદ્રથ સિંહ પરમારે મોદીના જન્મદિવસની ઉજવણીમાં લીધો ભાગ

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 71 મા જન્મદિવસે પંચમહાલ જિલ્લાના પૂર્વ પ્રધાન જયદ્રથસિંહ પરમાર દ્વારા ગુરુવારે હાલોલ નગર પાલિકા હોલ ખાતે ગુજરાત સરકારના "ગરીબોની બેલી સરકાર" કાર્યક્રમ કરવામાં આવ્યો અને સરકારી યોજનાના લાભાર્થીને કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું. તેમજ મેગા મેડિકલ કેમ્પનું આયોજન પણ કરવામાં આવ્યું હતું.

Panchmahal News
Panchmahal News

By

Published : Sep 17, 2021, 6:19 PM IST

  • વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 71 મા જન્મદિવસની ઉજવણી
  • પૂર્વ પ્રધાન જયદ્રથસિંહ પરમાર રહ્યા હાજર
  • મેગા મેડિકલ કેમ્પનું આયોજન કરાયું

પંચમહાલ: સમગ્ર દેશમાં આજે ગુરુવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 71 મા જન્મદિવસની ઉજવણી થઈ રહી છે. જેમાં ખાસ કરીને ભાજપ દ્વારા વિવિધ કાર્યક્રમો યોજવામાં આવી રહ્યા છે. જેમાં પંચમહાલ જિલ્લાના પૂર્વ પ્રધાન જયદ્રથસિંહ પરમાર દ્વારા આજ રોજ હાલોલ નગર પાલિકા હોલ ખાતે ભારત દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મ દિવસ નિમિત્તે ગુજરાત સરકારના "ગરીબોની બેલી સરકાર" કાર્યક્રમ કરવામાં આવ્યો અને સરકારી યોજનાના લાભાર્થીને કીટનું વિતરણ કરવામાં આવ્યું તેમજ વધુમાં પંચમહાલ જિલ્લા ભારતીય જનતા પાર્ટી, મેડિકલ સેલ પંચમહાલ, ભારતીય જનતા પાર્ટી હાલોલ નગર પાલિકા દ્વારા મેગા મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.

પૂર્વ પ્રધાન જયદ્રથ સિંહ પરમારે મોદીના જન્મદિવસની ઉજવણીમાં લીધો ભાગ

કેમ્પમાં 150 કરતા વધારે દર્દીઓએ લાભ લીધો

આ કેમ્પમાં તજજ્ઞ ડોક્ટરો સેવામાં હાજર રહ્યા હતાં. હાલોલ વિધાન સભાના ધારાસભ્ય અને પૂર્વ પ્રધાન જયદ્રથ સિંહ પરમાર હસ્તે દીપ પ્રાગટ્ય કરવામાં આવ્યું હતું. આ કેમ્પમાં રસીકરણ, અનાથ બાળકોને સહાયના હુકમ, ECG, X-RAY, BP, diabetes, Covid-19 ટેસ્ટનું પણ આયોજન કરવમા આવ્યું હતું. કેમ્પમાં 150 કરતા વધારે દર્દીઓએ લાભ લીધો હતો.

ABOUT THE AUTHOR

...view details