ગુજરાત

gujarat

ETV Bharat / state

હાલોલ ફાયરફાયટરની સમયસૂચકતાથી યુવકનો જીવ બચ્યો - panchmahal

પંચમહાલ : હાલોલ નગરના મધ્યમાં આવેલા તળાવમા એક યુવક કુદીને અગમ્ય કારણોસર આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ હાલોલ ફાયર ફાઈટરની ટીમની સમય સૂચકતાને કારણે તળાવમાંથી યુવકનું રેસક્યુ કરતા આબાદ બચાવ થયો હતો.

હાલોલ ફાયરફાયટરની સમયસૂચકતાથી યુવકનો જીવ બચ્યો

By

Published : Jul 12, 2019, 6:45 AM IST

હાલોલ નગરના પાવાગઢ રોડ ખાતે નગરની મધ્યમાં આવેલ તળાવમાં એક યુવકે આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો હતો. યુવાન અગમ્ય કારણોસર તળાવમાં કૂદતાં આસપાસથી લોકો દોડી આવ્યા હતા. રહીશ દ્વારા હાલોલ ફાયર ફાઈટરની ટીમને જાણ કરતા ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી. ફાયર ફાઈટરની ટીમના તરવૈયા જવાન સાધુભાઈએ ડૂબતા યુવકને હેમખેમ બહાર કાઢ્યો હતો.યુવકનો જીવ બચી જતા હાલોલ ફાયર ફાઈટરની ટીમની કામગીરીને લોકોએ બિરદાવી હતી.

હાલોલ ફાયરફાયટરની સમયસૂચકતાથી યુવકનો જીવ બચ્યો

જો ફાયર ટીમને પહોંચવામાં થોડીક પણ વાર લાગી હોત તો યુવાન તળાવના પાણીમાં પોતાનો જીવ ગુમાવાનો વારો આવ્યો હોત.

ABOUT THE AUTHOR

...view details