શહેરા નગર પાલિકા 2005થી અસ્તિત્વમાં છે અને 3 ટર્મથી ભાજપનું શાસન છે. પાલિકા ખાતે ફાયર ફાઈટરની સુવિધા ના હોવાથી પાલિકા દ્વારા ફાયર ફાઈટરની સુવિધા ઉપલબ્ધ થાય તે માટેની દરખાસ્ત ઉપરી કચેરી ખાતે મોકલવામાં આવી હતી. તેમ છતાં ફાયરફાઈટરની સુવિધાથી નગર અને તાલુકો વંચિત છે.
અહીં નગરપાલિકામાં જ ફાયર ફાઈટરની સુવિધા ઉપલબ્ધ નથી! - Surat
પંચમહાલઃ શહેરા, નગર અને તાલુકામાં વર્ષોથી ફાયર ફાઈટરની સુવિધા ના હોવાને કારણે આગ લાગે ત્યારે કૂવો ખોદવા જેવી સ્થિતિનું નિર્માણ થતું હોય છે. શહેરા નગરને પાલિકા દરજ્જો હોવા છતાં પણ ફાયર ફાઈટરની સુવિધા ઉપલબ્ધ નથી ત્યારે આ સુવિધા ઉપલબ્ધ થાય તે આવશ્યક છે.
શહેરા નગરપાલિકામાં ફાયરફાઈટરની સુવિધા ઉપલબ્ધ નથી
જ્યારે સુરતના સરથાણા વિસ્તારમાં બનેલી અગ્નિકાંડની કરુણ ઘટના બાદ ગુજરાતનું તમામ તંત્ર ફાયરસેફટીને લઈને કાર્યવાહી કરી રહ્યું છે ત્યારે નગર અને તાલુકાના વિસ્તારમાં આગની ઘટનાઓ ઉપર કાબુ મેળવા ફાયર ફાઈટર જરૂરી છે. ભાજપ સરકાર જે મોટી મોટી વિકાસની વાતો કરતી હોય છે ત્યારે ફાયરફાઈટરની સુવિધા નગર અને તાલુકા માટે ફાળવે તે જરૂરી છે.