ગુજરાત

gujarat

ETV Bharat / state

ગોધરા: અકસ્માતમાં મોતને ભેટેલા 4 યુવાનોની અંતિમ વિદાય, પંથકમાં શોકનો માહોલ - અકસ્માતમાં મોતને ભેટેલા 4 યુવાનોની અંતિમ વિદાય

ગોધરા: પંચમહાલના ગોધરા તાલુકાના 4 યુવાનો જે લાપતા હતા. તેમનો મૃતદેહ મેંદરડા માર્ગ પરના એક તળાવમાંથી મળી આવતા સમગ્ર પંથકમાં ચકચાર મચી હતી. કાર અકસ્માતમાં તળાવમાં પડી જતાં ચારેય યુવાનોના મોત નીપજ્યા હતા. બુધવારે તેમની અંતિમવિધિમાં થઈ હતી. પરિવારજનોમાં તેમજ ગામમાં કાળો કહેર વર્તાયો છે.

અકસ્માતમાં મોતને ભેટેલા 4 યુવાનોની અંતિમ વિદાય
અકસ્માતમાં મોતને ભેટેલા 4 યુવાનોની અંતિમ વિદાય

By

Published : Dec 11, 2019, 6:54 PM IST

ગોધરાના રામપુર ગામે રહેતા જીગર પટેલ, મોહિત પટેલ, મૌલીન પટેલ અને આયુર્વેદિક કોલેજમાં પાર્ટ ટાઇમ પ્રોફેસર તરીકે નોકરી કરતો હતો. પિનાકીન પટેલ પોતાના ગામના મિત્રની ઇક્કો કાર લઇને વીરપુર જવા નીકળ્યા હતા. મેંદરડા માર્ગ પરના ખળપીપળા નજીક તળાવમાં કાર પડી જતા ચારોય યુવાનો લાપતા હતા. દિવસો વિત્યા છતાં યુવકોના કોઈ સમાચાર ન મળતાં પરિવાર સહિતના લોકો ચિંતાતુર હતા. શોધખોળ કરતા ગાડી અને યુવકોના મૃતદેહ તળાવમાંથી મળી આવતા દુ:ખના વાદળો છવાયા હતા. વહેલી સવારે ગોધરાના રામપુર ખાતે તેમના મૃતદેહ લવાયા હતા. જ્યાં તેમની અંતિમવિધિ કરવામાં આવી હતી.

અકસ્માતમાં મોતને ભેટેલા 4 યુવાનોની અંતિમ વિદાય

મૃતકો પૈકી એક યુવાનની પત્ની ઘૂસિયા પોતાને પિયેર ડિલીવરી માટે આવી હતી. આથી તેને મળવા વિરપુરથી સોમનાથ જતા પહેલાં ચારેય ઘૂસિયા જવા માગતા હતા. તેઓએ જૂનાગઢથી નેશનલ હાઇવે પર સોમનાથ જવાને બદલે વાયા મેંદરડાથી જતો માર્ગ પસંદ કર્યો હતો. 4.20 વાગ્યે મોબાઇલ દ્વારા ઘરે વીરપુરના દર્શન કર્યાનું જણાવીને બાદમાં સોમનાય મંદિરે દર્શન કરવા જઇએ છીએ તેમ કહ્યું હતું. 4 યુવાનો ઇક્કો કારમાં સોમનાથ જવા નીકળતા મેંદરડા પાસેથી 4 યુવાનો સંપર્ક વિહોણા થયા હતા. ફોન કરતાં 4ના મોબાઇલ સ્વીચ ઓફ આવતાં તેઓને શંકા જતાં તપાસ હાથ ધરી હતી. રામપુર રહેતાં ચાર મૃતક યુવકોના માતા પિતા અને બે મૃતકોની પત્નીઓને યુવકોના મોતની જાણ કરવામાં આવી ન હતી. રામપુરથી આશરે 100 લોકો 4 યુવકોને શોધવા ગાડીઓ લઇને જૂનાગઢ પહોંચ્યાં હતા. જ્યારે અહીં યુવકોની અંતિમવિધિ થઈ છે ત્યારે પાટીદાર સમાજ સહિત સમસ્થ ગામ હિબકે ચઢ્યું હતું.

ABOUT THE AUTHOR

...view details