ગુજરાત

gujarat

ETV Bharat / state

ગોધરામાં શાળામાં શિક્ષકને વાલી અને અન્ય શખ્સોએ માર માર્યો - Godhra

ગોધરા: જિલ્લાના પોલન બઝાર વિસ્તારમાં આવેલી ઇકબાલ સ્કુલના શિક્ષકને શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીના વાલી દ્વારા માર મારવાની ઘટના બની છે. વાલી દ્વારા શિક્ષકને ગંભીર ઈજાઓ પહોંચાડવામાં આવતા શિક્ષકને હાલ ગોધરા સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો છે. જયારે આ મારામારીની ઘટનામાં શાળાના એક વિદ્યાર્થીને પણ ઈજાઓ પહોંચતા તેને પણ હાલ સારવાર અર્થે ખસેડવામાં આવ્યો છે. જયારે શિક્ષક દ્વારા વિદ્યાર્થીને માર મારવામાં આવ્યો હોવાના આક્ષેપ સાથે ઉશ્કેરાયેલા વાલીએ શિક્ષકને માર મારતા સમગ્ર મામલે બંને પક્ષો દ્વારા હાલ ગોધરા B ડિવિઝન પોલીસ મથેક ફરિયાદ નોધવામાં આવી છે.

dahod

By

Published : Aug 30, 2019, 2:12 AM IST

શિક્ષા ક્ષમા અને કલાનો સમન્વય એટલે શિક્ષક અને આ શિક્ષક જેને સમાજ નો ઘડનાર કહેવાય છે. સાંપ્રત સમયમાં હવે શિક્ષકની શાખ ઓછી થઈ ગઈ છે. ગોધરાની ઇકબાલ સ્કૂલમાં જ્યાં શિક્ષક પર એક વાલી અને તેના ગુંડાઓ દ્વારા જીવલેણ હુમલો કરવામાં આવ્યો છે. જ્યારે સ્કૂલમાં વિદ્યાર્થીઓ ભણતા હતા, ત્યારે ઓચિંતા ધસી આવેલ ટોળા દ્વારા શિક્ષકને જેમ ફાવે તેમ મારામારી કરતા સ્કૂલના સીસીટીવીમાં દ્રશ્યો કેદ થયા છે.

ગોધરામાં શાળામાં શિક્ષકને વાલી અને અન્ય શખ્સોએ માર માર્યો
સમગ્ર મામલો પોલીસ સ્ટેશનમાં પહોંચ્યો છે. ગુરુજીને વાલીએ પહોંચાડી દીધા હોસ્પિટલમાં, સમગ્ર મામલામાં હકીકત એવી જાણવા મળી છે. ગોધરામાં આવેલ ઇકબાલ સ્કૂલમાં હંગામી શિક્ષક તરીકે તૈસિફ મામજી નામના એક શિક્ષક ફરજ બજાવી રહ્યા હતાં. જ્યારે શાળામાં શિક્ષણકાર્ય જે દરમિયાન હનીફ હસન અને સુલેમાન મખમલ નામના શખ્સોએ અચાનક આવીને શાળામાં ભણાવી રહેલ તૈસિફ મામજી નામના શિક્ષકને ઢોરમાર મારવા લાગ્યા હતા. અચાનક બનેલ આ મારામારીના પગલે શાળાના વિદ્યાર્થીઓ પણ ગભરાઈ ગયા હતાં. જો કે, અન્ય શિક્ષકોની વચ્ચે પડતા શિક્ષકને બચાવી લેવાયો હતો, પરંતુ વધુ ઈજા થતા બેભાન થઈ ગયેલ શિક્ષકને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. પરીક્ષામાં વિર્ધાથી અને શિક્ષક વચ્ચે બબાલ થઈ હતી.આ મામલે શાળાના આચાર્ય દ્વારા બી.ડિવિઝન પોલીસ મથકે શિક્ષકને સાથે મારામારી કરનાર 2 શખ્સો સામે ફરિયાદ નોંધવામાં આવી છે. જ્યારે શાળાના સીસીટીવીમાં સમગ્ર મારામારી કેદ થઈ ગઈ હતી. આ મામલે મારનાર શખ્સોનો શિક્ષક પર પોતાના બાળક જેનું નામ સેફવાન છે. ઇકબાલ સ્કૂલમાં અભ્યાસ કરે છે. જેને આ શિક્ષકે માર માર્યો હોવાનો આક્ષેપ છે. આ મામલે પોલિસ દ્વારા ફરિયાદ નોંધી સમગ્ર કિસ્સામાં સીસીટીવીના વિઝ્યુઅલ કબજે કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.અમારી શાળામાં દરેક મહિને પરીક્ષા લેવામાં આવે છે. જે મુજબ હાલમાં પુરક પરીક્ષા ચાલી રહી હતી. ધોરણ 8 ડના વર્ગમાં અમારા શિક્ષક પરીક્ષા લઇ રહ્યા હતા. જે દરમિયાન પરીક્ષાના સમય બાદ પણ આ સફ્વાન નામનો વિદ્યાર્થી પેપર લખતો હતો. જેની પાસે શિક્ષક દ્વારા પેપરની માંગણી કરતા તે વિદ્યાર્થીએ પેપર ન આપતા શિક્ષક દ્વારા તે વિદ્યાર્થીનું પેપર લઈને તેને બાવળાથી પકડી મારી ઓફિસમાં લાવવામાં આવ્યો હતો. આ વિદ્યાર્થીની અગાઉ પણ ફરિયાદો આવતી હતી. મેં તેને આવતીકાલે તેના વાળી સાથે આવવા માટે જણાવ્યું હતું, દરમિયાન ગઈકાલે તે વિદ્યાર્થીના વાલી અચાનક શાળામાં આવી ગયા હતા અને અમારા શિક્ષકને ઢોર માર માર્યો હતો .ગોધરાની ઇકબાલ સ્કુલમાં શિક્ષકને વિદ્યાર્થીના વાલી દ્વારા માર મારવાની ઘટના બની છે. જેમાં શિક્ષક અને એક વિદ્યાર્થીને ઈજા થવા પામી છે. જે બંનેને હાલ સારવાર આપવામાં આવી રહી છે. બંને પક્ષે ફરિયાદ લઇ સીસીટીવીના આધરે તપાસ કરવામાં આવી રહી છે .

ABOUT THE AUTHOR

...view details