પાવાગઢઃપંચમહાલ જિલ્લાના સુપ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢ (Pavagadh highway Major Accident) ખાતે દર્શન માટે આવેલા મૂળ ઉત્તર પ્રદેશના અને હાલ અંકલેશ્વર ખાતે રહેતા પ્રજાપતિ પરિવારનો અકસ્માત થયો છે. જેમાં એક જ પરિવારના ત્રણ વ્યક્તિોના (Major Accident National Highway) મોત નીપજ્યા છે. હાલોલ બાયપાસ (Halol bypass Fatal Accident) નજીક આવેલા ગોપીપુરા ગામ પાસે અકસ્માત થતા 3 વ્યક્તિઓના ઘટના સ્થળ પર મોત થયા છે. શનિવાર અને રવિવારની રજાના કારણે સુપ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢ ખાતે ભક્તોનું ઘોડાપૂર ઉમટે છે. રવિવારે વહેલી સવારે મૂળ ઉત્તર પ્રદેશના અને હાલમાં અંકલેશ્વર ખાતે રહેતા પ્રજાપતિ પરિવાર ભાડાની ઇકોકાર કરી અંકલેશ્વર થી પાવાગઢ આવવા નીકળ્યા હતા.
આ પણ વાંચોઃ મોરબીમાં ખુલ્લી તલવાર સાથે કોન્ટ્રાકટરનો સિરામિક ફેકટરીમાં આતંક
ઓવરટેક કરવામાં અકસ્માતઃજ્યારે આ પરિવાર પાવાગઢમાં દર્શન કરીને પરત ફરી રહ્યો હતો ત્યારે આ ઘટના બની હતી. આ સમય દરમિયાન પાવાગઢ હાલોલ બાયપાસ નજીક પાવાગઢથી ફક્ત થોડા જ કિમી દૂર ઇકોકારના ચાલકે એક ખાનગી લક્ઝરી બસને ઓવરટેક કરવા જતા પોતાના સ્ટેરીંગ પરનો કાબુ ગુમાવી દીધો હતો. જેના કારણે ઈકો કાર પાસે રહેલી રેલિંગ સાથે અથડાઈ હતી.
આ પણ વાંચોઃ પાદરામાં માનસિક દિવ્યાંગ મહિલા સાથે દુષ્કર્મ, પોલીસે 65 વર્ષીય આરોપીને ઝડપી લીધો
ઘટના સ્થળે જ મૃત્યુંઃજેમાં બેઠેલી ત્રણ વ્યક્તિઓનું ઘટના સ્થળે જ મૃત્યું થયું હતું. જેમાં પાંચ વર્ષના બાળકનો પણ સમાવેશ થાય છે. સમગ્ર ઘટનાની જાણ થતા પોલીસ અને 108 ની ટીમ ઘટના સ્થળ પર આવી પહોંચી હતી. ઈજાગ્રસ્ત થયેલા અન્ય બે વ્યક્તિઓને હાલોલ સારવાર હેતું ખસેડાયા હતા. ગંભીર ઈજાને કારણે પછી વડોદરા સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા.