ગુજરાત

gujarat

ETV Bharat / state

પંચમહાલમાં ધરતીપુત્રો વાવણી કાર્યમાં જોતરાયા - Gujarati News

પંચમહાલઃ જિલ્લામાં વરસાદની શરૂઆત બાદ હવે ધરતીપુત્રો ખેતી કામમાં જોતરાયા છે અને પોતાના ખેતરમાં અનાજની વાવણી કરતા જોવા મળી રહ્યા છે. પંચમહાલ જિલ્લામાં મુખ્યત્વે મકાઇ અને ડાંગરના પાકની વાવણી કરવામાં આવે છે. પંચમહાલ જિલ્લામાં વાવણીલાયક વરસાદ થતા ધરતીપુત્રો હવે વાવણી કાર્યમાં જોડાયા છે.

પંચમહાલમાં ધરતીપુત્રો વાવણી કાર્યમાં જોતરાયા

By

Published : Jun 28, 2019, 7:48 PM IST

ટ્રેકટર વડે ખેતર ખેડ્યા બાદ હવે ખેડૂતો બળદની સાથે હળને જોડીને અનાજ પાકની વાવણી કરી રહ્યા છે. પંચમહાલ જિલ્લો ખેતી પ્રધાન જિલ્લો છે. મુખ્યત્વે અહીં મકાઈ અને ડાંગરનો પાક થાય છે. ડાંગરના પાકનું ધરૂ નાખવામાં આવે છે. ત્યારે મકાઇની સાથે તુવેર, વાલ વગેરે શાકભાજીની પણ રોપણી કરવામાં આવે છે.

પંચમહાલમાં ધરતીપુત્રો વાવણી કાર્યમાં જોતરાયા

જિલ્લામાં આવેલા તાલુકાના ગ્રામીણ વિસ્તારોમાં હાલ ધરતીપુત્રો પોતાના ખેતી કાર્યમાં જોતરાઈ જઈને મગ્ન બન્યા છે. વધુમાં વરસાદ સારો પડે અને સારી ખેતી થાય તેવી આશા પણ ધરતીપુત્રો રાખી રહ્યા છે.

ABOUT THE AUTHOR

...view details