પંચમહાલ જિલ્લામાં મુખ્યત્વે ડાંગરનો પાક થાય છે. આ ચોમાસાની સીઝનમાં સારો એવો વરસાદ થતાં જિલ્લામાં ડાંગરનું વાવેતર ખેડૂતો દ્વારા કરવામાં આવ્યું હતું. ડાંગરની ખેતી પાછળ ખેડૂતો ધરું ખાતર તેમજ તેની માવજત પાછળ જરૂરી ખર્ચો પણ થતો હોય છે.
પંચમહાલમાં ડાંગરની કાપણી શરૂ, ખેડૂતોએ પોષણક્ષમ ભાવની કરી માંગ - ડાંગરનો પાક
પંચમહાલઃ પંચમહાલ ખેતીપ્રધાન જિલ્લા તરીકે ઓળખાય છે. અહીં મુખ્યત્વે ડાંગર અને મકાઈનો પાકની ખેતી ખેડૂતો કરતા હોય છે. જેમાં ચોમાસામાં ડાંગરનો પાક મોટા પ્રમાણમાં કરવામાં આવે છે. જિલ્લાના બધાજ તાલુકાઓમાં ડાંગરની ખેતી થાય છે. પણ પાનમ સિંચાઈ યોજનાનો લાભ જે ખેડૂતોને મળે છે. તેઓ બે સિઝન ડાંગરનો પાક લેતા હોય છે. હાલ ડાંગરના પાકની કાપણી ચાલી રહી છે પણ અહિના ખેડૂતો કહી રહ્યા છે. આજના મોંઘવારીના સમયમાં બિયારણ સહિત ખર્ચા થાય છે પણ તેની પાછળ પાક તૈયાર થઈ ગયા પછી યોગ્ય વળતર મળતું નથી.
પંચમહાલ જિલ્લાના શહેરા ગોધરા કાલોલ તાલુકાના ગ્રામિણ વિસ્તારમાં મોટા પ્રમાણમાં ડાંગરની ખેતી કરવામાં આવે છે. શહેરા તાલુકામાં પાનમ સિંચાઇ યોજના આવેલી હોવાથી પૂર્વ વિસ્તારના ખેડૂતો ડાંગરના પાકની 2 સિઝન લે છે. હાલમાં ડાંગરનો પાક તૈયાર થઈ ગયો છે. ખેડૂતો પોતાના પરિવાર સાથે ખેતરમાં ડાંગર કાપી રહ્યા છે અને ડાંગરના પાકને ઝુડીને દાણા છુટા પાડી રહયા છે. પણ અહીંના ખેડૂતો કહી રહ્યા છે કે, ડાંગર પાક પાછળ અમારે ખર્ચો પણ થાય છે. ડાંગરનો પાક તૈયાર થઈ ગયા પછી બાદ વળતર મળતું નથી. પાકના પોષણક્ષમ ભાવ મળવા જોઈએ તેવી માંગ કરી રહ્યા છે. હાલમાં પાછલા મહિનામાં માવઠાના કારણે ડાંગરના પાકને પણ નુકશાન થયું છે. બજારમાં વેચવા જાય છે ત્યારે વેપારીઓ પણ જોઈએ તેંટલો ભાવ આપતા નથી હોવાનો આક્ષેપ કરી રહ્યા છે.