મોરવા હડફ ખાતે આવેલા સ્ટેટ બેંકના પ્રાંગણમાં સોમવારે પંચમહાલ જિલ્લા માજી સૈનિક સંગઠનની મિટિંગ મળી હતી. દેશની રક્ષા કરતા સૈનિકો પોતાની માગણીઓને લઈને આંદોલન કરી રહ્યા છે. મોરવા હડફ ખાતે સોમવારે ગુજરાત માજી સૈનિક સંગઠનના પ્રમુખ જીતેન્દ્રની આગેવાની હેઠળ એક મિટિંગનું આયોજન કરવામાં આવ્યું. જેમાં મોટી સંખ્યામાં માજી સૈનિકો તેમજ શહીદ થયેલા સૈનિકોની પત્ની અને પરિવારજનો હાજર રહ્યા હતા.
પંચમહાલમાં માજી સૈનિકોએ તિરંગા સાથે રેલી કાઢી આવેદનપત્ર આપ્યું - આવેદન પત્ર આપ્યું
પંચમહાલઃ જિલ્લાના મોરવા હડફ ખાતે માજી સૈનિક સંગઠનની એક મિટિંગ મળી હતી. જેમાં જિલ્લાભરમાંથી મોટી સંખ્યામાં માજી સૈનિકો હાજર રહ્યા હતા અને પોતાની 14 માંગણીઓને લઈને જરૂરી ચર્ચા વિચારણા કરી હતી. ગુજરાત માજી સંગઠનના પ્રમુખની આગેવાની હેઠળ એક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું અને સૂત્રોચ્ચાર તેમજ તિરંગો હાથમાં લઈને રેલી સ્નરૂપે મામલતદાર કચેરી ખાતે પહોંચી આવેદનપત્ર આપ્યું હતું.
આ બેઠકમાં પોતાની પડતર માંગણીઓ જેવા કે સરકારી સેવામાં પાંચ વર્ષ ફિક્સ પગાર પ્રથા નાબૂદ કરવામાં આવે છે. ગુજરાત સરકારમાં વર્ગ 1થી 4ની નિમણૂંક વખતે માજી સૈનિકોને નિયમ અનુસાર અનામતનો લાભ આપવામાં આવે, માજી સૈનિકોના પુત્ર તથા પરિવારને નોકરી આપવામાં આવે, જીવનનિર્વાહ માટે સરકારી જમીન ખેતી તેમજ પ્લોટમાં આપવામાં આવે જેવી વિગેરે માંગણીઓ કરવામાં આવી હતી.
ત્યારબાદ એક રેલીનું આયોજન કરવામાં આવ્યુ હતું અને મામલતદાર જીતેન્દ્ર જયસ્વાલે આવેદનપત્ર આપી પોતાની માંગણીઓની રજૂઆત કરી હતી. મહત્વનું છે કે, આગામી સમયમાં પોતાની માંગણીઓ નહિ સ્વીકારવામાં આવે તો ઉચ્ચ કક્ષાએ આંદોલન કરવાની ચીમકી પણ ઉચ્ચારવામા આવી હતી. આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં માજી સૈનિકો અને તેના પરિવારો હાજર રહ્યા હતા.