પંચમહાલનું હોસેલાવ ગામ એક હજારની વસ્તી ધરાવતું ગામ છે. આ ગામમાં આવેલા ટેકરા ફળિયા, ડાભી ફળિયા તેમજ ખાંટ ફળિયામાં પાણીની સમસ્યાઓ ઉઠવા પામી છે. અહીં પાંચ જેટલા હેન્ડપંપ આવેલા છે, જેમાં પાણીનું સ્તર નીચું જતા પાણી ઓછું આવે છે, જેની સામે ગામમાં પાણી ભરનારી મહિલાઓની સંખ્યા વધારે છે.
ETV ભારતનો ગ્રાઉન્ડ રિપોર્ટ: પંચમહાલના આ ગામમાં હેન્ડપંપ શોભાના ગાંઠીયા સમાન - panam dam
પંચમહાલ: ઉનાળાની શરૂઆત થતાની સાથે જ પાણીની સમસ્યાનો પ્રશ્ન વિકટ બનતો જાય છે. ત્યારે જિલ્લામાં આવેલા શહેરાના હોસેલાવ ગામમાં પાનમ પાણી પુરવઠાની યોજના બનાવવામાં તો આવી છે, પરંતુ તેનો અમલ કરવામાં આવ્યો નથી.
સ્પોટ ફોટો
આ ઉપરાંત, ગામમાં પાણી મળી રહે તે માટે પાનમ પુરવઠાની પણ યોજના છે. આ સાથે જ ગામમાં આવેલા 5 હેન્ડપંપ જાણે શોભાના ગાઠીયા સમાન બની ગયા છે. જેને કારણે આ ગામની મહિલાઓને પાણી માટે અન્ય ફળિયામાં જવું પડી રહ્યું છે.