ETV ભારત દ્વારા આ સમસ્યા અંગે અહેવાલ પ્રસારીત કરતા તંત્ર દોડતું થયું
પંચમહાલઃ જિલ્લાના શહેરા તાલુકાના વલ્લભપુર ગામમાં પાણીની સમસ્યાને કારણે લોકોએ એક કિમી દૂર આવેલી મહી નદીમાંથી પાણી લાવવું પડતું હતું. ગામ લોકોની રજૂઆતને પગલે પાણી પુરવઠા વિભાગ દ્વારા ગામમાં પાણીની સમસ્યા દૂર કરવા માટે મહી નદીમાંથી એક પાઇપલાઇન યોજના થકી પાણી સમસ્યા દૂર કરવા માટે કામગીરી હાથ ધરવામાં આવી હતી. જોકે કામગીરી શરૂ થયા બાદ તેની કામગીરી મંદગતિએ ચાલતી હોવાના આક્ષેપ સાથે આજે વલ્લવપુરના ગ્રામજનોએ તાલુકા કક્ષાના તંત્રને આવેદનપત્ર આપ્યુ હતુ.
હાલમાં ઉનાળો ચાલી રહ્યો છે, ત્યારે પાણીના પોકારો ઉઠવા પામતા હોય છે. શહેરા તાલુકાના વલ્લવપુર ગામના કિનારે આવેલુ હોવા છતાં અહીં પાણીની પારાવાર સમસ્યા ઉભી થવા પામી છે. ETV ભારત દ્વારા આ સમસ્યા અંગે અહેવાલ પ્રસારીત કરતા તંત્ર દોડતું થયું હતું અને તંત્રના અધિકારીઓ દ્વારા વલ્લવપુરમાં 10HPની મોટર તેમજ વીજ કનેક્શન,તેમજ પાઇપ લાઈનની કામગીરી હાથ ધરવામાં આવી હતી.ત્યારે આ કામગીરી ધીમી ગતિએ ચાલતી હોવાના આક્ષેપ સાથે ગ્રામજનોએ શહેરા મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યુ હતુ.