ગુજરાત

gujarat

ETV Bharat / state

MGVCLના કર્મચારીઓએ તંત્ર વિરૂદ્ધ કર્યા સુત્રોચ્ચાર - પંચમહાલ ન્યૂઝ

ગોધરાઃ શહેરના જૂના પાવર હાઉસ કમ્પાઉન્ડના MGVCLમાં કામ કરતા એન્જીનીયરો અને કર્મચારીઓ દ્વારા ઓફીસ વર્ક ટાઈમ બાદ વિવિધ પડતર માંગણીઓ કરી હતી. જેની અનેક રજૂઆતો છતાં તંત્ર દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવી નહોતી. આથી રોષે ભરાયેલાં કર્મચારીઓએ તંત્ર વિરૂદ્ધ સૂત્રોચ્ચાર કરી રહ્યાં છે અને જો તેમની માગ વહેલી તકે પૂરી નહીં તો, આંદોલન કરવાની ચિમકી ઉચ્ચારી છે.

MGVCLના કર્મચારીઓએ તંત્ર વિરૂદ્ધ કર્યા સુત્રોચ્ચાર

By

Published : Nov 2, 2019, 12:37 PM IST

શહેરના ભૂરાવાવ વિસ્તારના જૂના પાવર હાઉસ કમ્પાઉન્ડના MGVCLમાં કામ કરતા એન્જીનીયરો અને કર્મચારીઓ દ્વારા ઓફીસ વર્ક ટાઈમ બાદ વિવિધ પડતર માંગણીઓ કરી રહયાં છે.

અખિલ ગુજરાત વિદ્યુત કામદાર સંઘ અને જી.ઈ.બી એન્જીનીયર એસોસિએશનના સંગઠનોએ ગુજરાત ઊર્જા વિકાસ નિગમના મેનેજીંગ ડિરેક્ટરને નોટીસ આપી હતી. તા. 1/11/2019થી વહીવટી તંત્ર દ્વારા સાતમા વેતન પંચની અમલવારી પછી મળવાપાત્ર લાભ સહિત અન્ય માંગણીઓને જેવી કે, એલાઉન્સ, એચ.આર.એ વધી ગયેલા કાર્યબોજની સામે ડિસ્કોમ, કંપનીમાં જીએસઓ 4 મુજબનો ખૂટતો સ્ટાફ મંજૂર કરવા અને જેટકો કંપનીના હાલના સ્ટાફ સેટઅપને રિવાઈઝ વધારવા તેમજ મેડીકલ સ્કીમ, રજાનો પગાર રોકડમાં આપવા સહિતની રજૂઆતો વર્ષ 2018માં કરી હતી.

MGVCLના કર્મચારીઓએ તંત્ર વિરૂદ્ધ કર્યા સુત્રોચ્ચાર

આ તમામ રજૂઆતો છતાં તંત્ર દ્વારા કોઈ ન્યાયિક કાર્યવાહી કરવામાં આવી નથી. વળી, MGVCL આ અંગે કોઈ સકારાત્મક કાર્યવાહી, બેઠક,ચર્ચા કે કોઈ લેખિત ચર્ચા કરવા પણ તૈયાર નથી. જેથી વીજ કર્મચારીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.

આમ, અનેક લેખિત તેમજ મૌખિક રજૂઆતો છતાં કોઈ નિરાકરણ ન આવતાં રોષે ભરાયેલાં વીજ કર્માચારીઓ અને ઇજનેરોએ સામૂહિક રીતે MGVCL વિરૂદ્ધ લડત આપવાનો નિર્ધાર કર્યો છે.જો તેમની પડતર માંગણી વહેલી તકે પૂરી કરવામાં નહી આવે તો તમામ કર્મચારીઓએ તંત્ર વિરૂદ્ધ ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાની ચિમકી ઉચ્ચારી છે.

ABOUT THE AUTHOR

...view details