ગુજરાત

gujarat

ETV Bharat / state

મકરસંક્રાંતિ પર્વને લઈને પંચમહાલની ઇમરજન્સી સેવા ખડેપગે - Panchmahal news

પંચમહાલઃ જિલ્લામાં આગામી મકર સક્રાંતિના તહેવારને લઈને જિલ્લા ઈમરજન્સી 108 વિભાગ દ્વારા ખાસ આયોજન કરવામાં આવ્યું છે. જેમાં માનવ અકસ્માતો તેમજ પક્ષીઓને થતા અકસ્માતોમાં તાત્કાલિક સારવાર પહોંચે તે હેતુથી વધારાની મેડીકલ વાનની પણ વ્યવસ્થા કરવામાં આવી છે.

etv
મકરસંક્રાંતિ પર્વને લઈને પંચમહાલની ઇમરજન્સી સેવા ખડેપગે

By

Published : Jan 12, 2020, 9:39 AM IST

પંચમહાલ જિલ્લામાં મકરસંક્રાંતિના દિવસે તેમજ 15મી જાન્યુઆરીના રોજ જિલ્લામાં અકસ્માતોના બનાવોની સંખ્યામાં 29% જેટલો વધારો નોંધાતો હોય છે, તેમજ પક્ષીઓના પણ અકસ્માતોની સંખ્યામાં 30% જેટલો વધારો સામાન્ય દિવસો કરતા વધુ થતો હોય છે, ત્યારે 108 વિભાગ દ્વારા આ વખતે જિલ્લામાં 8 વધારાની મોબાઈલ વેટરનરી ડિસ્પેન્સરી વાન વધારાની મુકવામાં આવી છે.

મકરસંક્રાંતિ પર્વને લઈને પંચમહાલની ઇમરજન્સી સેવા ખડેપગે

વર્ષ 2018મા મકરસક્રાંતિના દિવસે 26%નો માનવ અકસ્માતમાં વધારો થયો હતો , તેમજ વર્ષ 2019માં 16%નો વધારો નોધાયો હતો, સામાન્ય દિવસો કરતા મકરસક્રાંતિના દિવસે અકસ્માતોની સંખ્યામાં થતા વધારાને પહોંચી શકાય તે હેતુથી વધારાની એમ્બ્યુલન્સ તેમજ કરુણા અભિયાનના ભાગરૂપે વધારાની 8 જેટલી મેડીકલ વાનની વ્યવસ્થા તંત્ર દ્વારા કરવામાં આવી છે.

ABOUT THE AUTHOR

...view details