પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકાની છ ગ્રામ પંચાયતની સરપંચ અને સભ્યપદની પેટાચૂંટણી માટે આજે મતદાન થયુ હતું. તાલુકાના વિજાપુર, ગુણેલી, કવાલી, મંગલપુર, ચોપડા ખુર્દ, ભેંસાલ ગ્રામપંચાયત માટે મતદાન થયું હતું.
પંચમહાલના શહેરા તાલુકાના 6 ગામોની પેટાચૂંંટણીનું શાંતિપૂર્ણ મતદાન સમાપ્ત - gram panchayat election
પંચમહાલઃ શહેરા તાલુકાના 6 ગામોની ગ્રામપંચાયતની ચૂંટણી શાંતિપૂર્વક માહોલમાં સંપન્ન થઈ છે. તમામ ગામના મતદારોએ ઉત્સાહ સાથે પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો.
![પંચમહાલના શહેરા તાલુકાના 6 ગામોની પેટાચૂંંટણીનું શાંતિપૂર્ણ મતદાન સમાપ્ત](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-3576203-thumbnail-3x2-punchmahal.jpg)
પંચમહાલના શહેરા તાલુકાના 6 ગામોની પેટાચૂંંટણી સંપન્ન
પંચમહાલના શહેરા તાલુકાના 6 ગામોની પેટાચૂંંટણી સંપન્ન
સવારથી જ મતદાન મથક ખાતે મતદાન કરવા માટે મહિલા અને પુરુષ મતદારોની લાંબી લાઈનો જોવા મળી હતી. તમામ ગામોમાં મતદાન દરમિયાન કોઈપણ જાતનો અનિચ્છનીય બનાવ બન્યો ન હતો. પોલીસ બંદોબસ્ત વચ્ચે લોકોમાં ચૂંટણી માટે ઉત્સાહ જોવા મળ્યો હતો.