પંચમહાલ જિલ્લામાં લોકસભાની ચૂંટણી પૂર્ણ થયા બાદ હવે ગ્રામ પંચાયતોની ચૂંટણી માટે જાહેરનામું બહાર પાડ્યું છે. શહેરા તાલુકાની છ ગ્રામ પંચાયત મંગલપુર,ચોપડખુંર્દ, ભેંસાલ, ગુણેલી, વિજાપુર, કવાલી ગ્રામ પંચાયત માટે સરપંચ અને સભ્યપદની ચૂંટણી માટે જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. જેમાં હાલમાં શહેરા તાલુકા પંચાયત કચેરી ખાતે ફોર્મ વેચવાની કામગીરી ચાલી રહી છે.
પંચમહાલના શહેરા તાલુકાની 6 ગ્રામ પંચાયતની ચૂંટણી માટે જાહેરનામુ - PML
પંચમહાલ: લોકસભાની ચૂંટણી બાદ હવે પંચમહાલમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓનો માહોલ જામવા જઈ રહ્યો છે. શહેરા તાલુકાની છ ગ્રામપંચાયતોની સરપંચ અને સભ્ય પદની ચૂંટણી માટે જાહેરનામું બહાર પડ્યું છે. આ ગ્રામપંચાયતોની ચૂંટણી આગામી તારીખ 16 જુનના રોજ યોજાશે.
પંચમહાલ
આ છ ગ્રામપંચાયતોની ચૂંટણી આગામી16 જુનના રોજ યોજાશે. તો ગ્રામપંચાયતો માટે જાહેરમાંનું બહાર પડતા સરપંચ અને સભ્ય પદ માટેના ફોર્મ વહેંચવાની કામગિરી ચાલી રહી છે ત્યારે ફોર્મ સ્વીકારવાની છેલ્લી તારીખ 27 મે થી 1 જુન છે. તો ચકાસણી તારીખ 3 જુન અને ઉમેદવારી પત્રો પાછા ખેંચવાની 4 જુન છે. હાલમાં ઉમેદ હાલમાં ગ્રામ પંચાયતની ચૂંટણી જાહેર થતા સરપંચ બનવા કેટલાક ઉમેદવારોમાં થનગનાટ જોવા મળી રહ્યો છે.