પંચમહાલઃ જિલ્લાના ગોધરા ખાતે આવેલા APMCમાં શિક્ષિત યુવા બેરોજગાર સમિતિના દિનેશ બાંભણીયા અને યુવરાજસિંહ જાડેજા સહિત અન્ય કાર્યકરોએ પંચમહાલના માજી સાંસદ પ્રભાતસિંહ ચૌહાણ સાથે મુલાકાત કરી હતી. આ સમિતિ દ્વારા રજૂઆત કરવામાં આવી હતી કે, રાજ્ય સરકાર દ્વારા સમિતિને આપવામાં આવેલી મૌખિક બાંહેધરી અંગે કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી.
શિક્ષિત બેરોજગારના હિત માટે શિક્ષિત બેરોજગાર સમિતિએ પંચમહાલના પૂર્વ સાંસદ સાથે મુલાકાત કરી - દિનેશ બાંભણીયા
શિક્ષિત બેરોજગાર સમિતિના દિનેશ બાંભણીયા અને યુવરાજ જાડેજા સહિત તેમના કાર્યકરો પંચમહાલના માજી સાંસદ પ્રભાતસિંહ ચૌહાણની મુલાકાત માટે ગોધરા ખાતે પહોંચ્યા હતા.
Educated Unemployed Committee
પંચમહાલ જિલ્લાના માજી સાંસદ સભ્ય પ્રભાતસિંહ ચૌહાણને પણ શિક્ષિત યુવા રોજગાર સમિતિના સભ્ય બનાવવામાં આવ્યા હતા. બીજી તરફ પ્રભાતસિંહ ચૌહાણ દ્વારા વિદ્યાર્થીઓના હીતમાં કામ કરવા માટે જરૂર પડ્યે સરકાર સમક્ષ રજૂઆતો સમયે હાજર રહેવાની ખાતરી પણ આપવામાં આવી હતી.