પ્રાપ્ત વિગતો અનુસાર હાલોલ શહેરના ગોધરા રોડ ખાતે આવેલી વેણુપાર્ક સોસાયટીમાં રહેતા રાજેન્દ્રસિંહ રતનસિંહ કુશવા પોતાની પત્ની ઈન્દિરાદેવી તેમજ નાના પુત્ર કિસાનસિંહ સાથે રહેતા હતા. જેઓ હાલોલ જી.આઈ. ડી.સી.ખાતે ઔધોગિક એકમ ધરાવતા હતા. જે એકમ તેઓએ ભાડે આપેલો હતો. આ પ્લાન્ટમાં પ્લાસ્ટીક બેગ બનાવતા હતા.
હાલોલમાં આર્થિક સંકળામણના કારણે ઉદ્યોગકારે જીવન ટુંકાવ્યુ - આર્થિક સંકળામણના કારણે આત્મહત્યા
પંચમહાલઃ પંચમહાલ જીલ્લાના નગરના ગોધરા રોડ ખાતે આવેલી વેણુપાર્ક સોસાયટીમાં રહેતા ઉદ્યોગકારે આપઘાત કરી લીધો હતો. આત્મહત્યાનું કારણ આર્થિક સંકળામણ હોવાનું સામે આવ્યુ છે. મૃતક 60 વર્ષિય ઉદ્યોગકાર જીઆઈડીસીમાં પ્લાસ્ટીક એકમ સાથે સંકળાળેયા હતાં.
Due to the economic collision in Halol
છેલ્લા કેટલા દિવસથી તેઓ આર્થિક સંકળામણને લઈ માનસિક તણાવમાં રહેવા લાગ્યા હતા. ગત રાત્રીએ તેઓએ તેઓએ નાસીપાસ થઈ જઇ જીવન ટુંકાવવાનો અંતિમ નિર્ણય લઈ રાત્રીના સમયે પરિવારજનો ઉંઘમાં હતા ત્યારે મકાનની સિલિંગ પર પંખો લગાવવાના હૂક સાથે ગાળિયો બનાવી ગળે ફાંસો ખાઈ લીધો હતો. પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.