પંચમહાલમાં જિલ્લા કોંગ્રેસ દ્વારા સંવાદ કાર્યક્રમ યોજાયો - સંવાદ કાર્યક્રમ ન્યૂઝ
પંચમહાલઃ જિલ્લાના શહેરા ખાતે આજે કોંગેસ સમિતિના "સંવાદ" કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યુ હતુ. જેમાં મુખ્ય અતિથિ તરીકે ઑલ ઇન્ડિયા કોંગેસ સમિતિના સેક્રેટરી અને માજી સાંસદ પ્રભાબેન તાવીયાડ હાજર રહ્યા હતા. જેમણે લોકસમસ્યાની ચર્ચા કરીને ભાજપ સરકરાને આડે હાથ લીધી હતી.

panchamahal
જિલ્લામાં કોંગેસ દ્વારા "સંવાદ" કાર્યક્રમનું આયોજન કરાયું છે. જે અંતર્ગત ગોધરા, કાલોલ અને શહેરા ખાતે સંવાદ કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં અમિત ચાવડા અને શહેરા ખાતે ઑલ ઇન્ડિયા કોંગ્રેસ સમિતિના સેક્રેટરી અને દાહોદના માજી સાસંદ પ્રભાબેન તાવીયાડ હાજર રહ્યા હતા. જેમણે લોક સમસ્યાની ચર્ચા કરી ભાજપ પર શાબ્દિક પ્રહાર કર્યા હતા. સાથે બળાત્કાર અને CAA મુદ્દાને લઈ વડાપ્રધાન મોદી પર ગંભીર આક્ષેપ કર્યા હતા.
પંચમહાલમાં જિલ્લા કોંગ્રેસ દ્વારા સંવાદ કાર્યક્રમ યોજાયો