ગુજરાત

gujarat

ETV Bharat / state

ખેલમહાકુંભના વિજેતા ખેલાડીઓનું ગોધરામાં સન્માન કરાયું - Prize to the winning players at the hands of Jayadrat Singh Parmar

પંચમહાલ: જિલ્લાના ગોધરા ખાતે આવેલા કનેલાવ સ્પોર્ટસ કોમ્પ્લેક્ષ ખાતે ખેલ મહાકુંભના 2019ના વિજેતા ખેલાડીઓને પ્રમાણપત્ર અને ઇનામ વિતરણનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. કૃષિ પંચાયત રાજ્યપ્રધાન જયદ્રથસિંહ પરમારના હસ્તે વિજેતા ખેલાડીઓને ઇનામ વિતરણ કરવામાં આવ્યું હતું.

godhara
ગોધરા ખાતે ખેલમહાકુંભના વિજેતા ખેલાડીઓને ઈનામ વિતરણ

By

Published : Dec 14, 2019, 9:13 PM IST

ખેલ મહાકુંભના પરિણામે અંતરિયાળ વિસ્તારમાં રહેતા ખેલાડીઓને પણ પોતાની પ્રતિભા બતાવવાની અને ખેલકૂદ ક્ષેત્રે આગળ વધવાની તકો ઉપલબ્ધ થાય તે માટે ગોધરા સ્પોર્ટસ કોમ્પ્લેક્ષ ખાતે ખેલ મહાકુંભ 2019ના વિજેતા ખેલાડીઓને પ્રમાણપત્ર અને ઇનામ વિતરણ કાર્યક્રમને રાજ્યપ્રધાન જયદ્રથસિંહ પરમારે દીપ પ્રાગટ્ય કરીને ખુલ્લો મુક્યો હતો. તેમને વિજેતાઓને અભિનંદન પાઠવતા જણાવ્યું હતું કે, ખેલ મહાકુંભના પરિણામે રાજ્યમાં સ્પોર્ટસ કલ્ચરના વિકાસને સુંદર વેગ મળ્યો છે. પરિણામે રાજ્યમાં દર વર્ષે નવી ખેલ પ્રતિભાવની ભેટ મળી રહી છે.

ગોધરા ખાતે ખેલમહાકુંભના વિજેતા ખેલાડીઓને ઈનામ વિતરણ
જિલ્લા કલેક્ટર અમિત અરોરા જણાવ્યું હતું કે, ખેલ મહાકુંભના પરિણામ નાની ઉંમરે ખેલ ક્ષેત્રે પ્રતિભા પારખીને તેને યોગ્ય પ્રશિક્ષણ અને સવલતો પૂરી પાડી શકાય તે માટેની સિસ્ટમ ઊભી કરવામાં સફળતા મળી છે. બાળકના માનસિક શારીરિક વિકાસ અને સર્વાંગી વિકાસના ખેલકૂદના મહત્વ વિશે વાત કરતા તેમણે જિલ્લા વહીવટી તંત્રના ખેલાડીને પૂરતી સુવિધાને મદદ પુરી પાડવા કટિબદ્ધ હોવાનું ઉમેર્યું હતું.

સ્પર્ધાઓમાં સૌથી વધુ મેડલ મેળવનાર ગોધરાની એમ એન્ડ મહેતા, હાલોલની વી.એમ. ઇંગ્લીશ મિડિયમ સ્કૂલ અને વેજલપુર એકલવ્ય મોડેલ સ્કુલને અનુક્રમે 1.5 લાખ, 1 લાખ, 75 હજારનો રોકડ પુરસ્કાર આપવામાં આવ્યો હતો. જિલ્લા રમતગમત અધિકારી પ્રકાશભાઈ કલાસવાએ કાર્યક્રમની આભારવિધિ કરી હતી.

કાર્યક્રમમાં નગરપાલિકાના પ્રમુખ ઇલેન્દ્ર પંચાલ જિલ્લા પંચાયતન નગરપાલિકાના પદાધિકારીઓ, જિલ્લા વિકાસ અધિકારી એ જે શાહ, જિલ્લા પોલીસ વડા લીનાબેન પાટીલ અધિક નિવાસી કલેક્ટર સહિતના અધિકારીઓ અને તેમજ વિજેતા ખેલાડી મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા

ABOUT THE AUTHOR

...view details