પંચમહાલ જીલ્લામાં આવેલા તાલુકા મથકોમાં છાસવારે ટ્રાફિકજામ થવાની વ્યાપક ફરિયાદો ઉઠવા પામી હતી.તેની સામે રોડની આસપાસ આવેલી દુકાનોના વધારાના દબાણોને કારણે પણ આડેધડ વાહનોના પાર્કિગનાં કારણે પણ ટ્રાફિકજામની પરીસ્થિતી સર્જાતી હતી.
ટ્રાફિકની સમસ્યા દુર કરવા નડતરરુપ દબાણોને હટાવવામાં આવ્યા - Gujarati News
પંચમહાલઃ જિલ્લામાં આવેલા શહેરા ખાતે રસ્તામાં અડચણરુપ દબાણો આજે શહેરા પોલીસ ટીમ દ્વારા જેસીબીની મદદથી હટાવામાં આવ્યા હતા. આ અડચણ રુપ દબાણોને કારણે ટ્રાફિક જામની પરિસ્થિતી સર્જાતા પોલીસ દ્વારા આ દબાણહટાવ કાર્યવાહી કરતા દબાણ કરનારાઓમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો હતો.
ટ્રાફિકજામની સમસ્યા હટાવવા નડતરરુપ દબાણો દૂર કરવામાં આવ્યા
જિલ્લાના શહેરા પોલીસએ આવી ટ્રાફિકજામની પરીસ્થિતીના થાય તે માટે શહેરાનગરમાંથી પસાર થતા હાલોલ શામળાજી હાઇવે માર્ગની આસપાસના દુકાનોના વધારાના નડતર રુપ દબાણોને જેસીબી મશીનથી દૂર કરવામાં આવ્યા હતા.શહેરા બસ સ્ટેશન વિસ્તારથી અણિયાદ ચોકડી વિસ્તાર સુધી આ દબાણો હટાવાની કામગીરી કરવામાં આવી હતી.દબાણકર્તામાં પણ પોલીસની કાર્યવાહીના પગલે ફફડાટ વ્યાપી ગઇ હતો.