- પાવાગઢ ખાતે મોટી સંખ્યામાં ઉમટ્યા માઇ ભક્તો
- માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સનો જોવા મળ્યો અભાવ
- પોલીસ અને મંદિર દ્વારા લોકોને સાવચેત રહેવા કરવામાં આવી રહી છે અપીલ
પાવાગઢઃ સુપ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢ ખાતે દિવાળી બાદ મોટી સંખ્યામાં યાત્રાળુઓની ભીડ પાવાગઢ ડુંગર પર જોવા મળી હતી. રવિવારે વહેલી સવારથી માઇભકતો પાવાગઢ ખાતે પહોંચ્યા હતાં. જેમાં બપોર સુધીમાં શ્રદ્ધાળુ માઇભકતોની સંખ્યામાં વધારો જોવા મળ્યો હતો.
લોકો ભુલ્યા સોશિયલ ડિસ્ટન્સ
યાત્રાધામ પાવાગઢ ખાતે દર વર્ષે શનિવાર રવિવારે હજારોની સંખ્યામાં યાત્રાળુઓ તેમજ સહેલાણીઓ પાવાગઢ ખાતે પધારી ડુંગર પર બિરાજમાન માતાજીના દર્શન કરી તેમજ ઐતિહાસિક સ્થાપત્યો ની મુલાકાત લે છે. જોકે હાલમાં ચાલતી કોરોનાની મહામારીને પગલે છેલ્લા કેટલાક સમયથી શનિવાર રવિવારથી યાત્રાધામ પાવાગઢ ખાતે યાત્રિકો અને સહેલાણીઓની હાજરીમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો હતો. પરંતુ દિવાળીમાં યાત્રિકોની ભીડ જોવા મળી હતી.
ભક્તોની જામી ભીડ