ગુજરાત

gujarat

ETV Bharat / state

પાવાગઢ ખાતે આઠમ નિમિત્તે ભક્તોનુ ઘોડાપુર ઉમટ્યું, મંદિરોમાં કરાયા હોમહવન - navaratri in pavagadh

પંચમહાલઃ માઁ આદ્યશક્તિની આરાધનાનો તહેવાર નવરાત્રીના અંતિમ દિવસો ચાલી રહ્યા છે, ત્યારે આજે આસો સુદ આઠમના દિવસે હાલોલ તાલુકાના યાત્રાધામ અને શક્તિપીઠ પાવાગઢ ખાતે મોટી સંખ્યામાં માઈ ભક્તોનું ઘોડપુર ઉમટ્યું હતુ. જ્યાં ભક્તોએ માઁ મહાકાળીના દર્શન કરીને ધન્યતા અનુભવી હતી.

shaktipith pavagadh

By

Published : Oct 6, 2019, 6:45 PM IST

પંચમહાલ જિલ્લાના હાલોલ તાલુકાના પવિત્ર શક્તિપીઠ પાવાગઢ ખાતે આજે આઠમ નિમિતે મોટી સંખ્યામાં માઈ ભક્તોનું ઘોડાપુર ઉમટી પડ્યું હતું. જય મહાકાળીના નાદ સાથે મંદિરના નીજ દ્વાર ખોલવામાં આવતા માઈભક્તોએ દર્શન કર્યા હતા. જિલ્લામાં આવેલા વિવિધ માતાજીના મંદિરો દ્વારા પણ આઠમના હોમ હવન કાર્યક્રમ રાખવામાં આવ્યો. જેમાં માઈભક્તોએ શ્રીફળની આહુતિ આપી માતાજીની પૂજા અર્ચન કરી હતી.

પાવાગઢ ખાતે આઠમ નિમિત્તે ભક્તોનુ ઘોડાપુર ઉમટ્યું

ABOUT THE AUTHOR

...view details