ગુજરાત

gujarat

ETV Bharat / state

Development work to change the history of Pavagadh : 137 કરોડના ખર્ચે શી સુવિધાઓ વિકસાવાઇ જૂઓ - પાવાગઢ મંદિર જીર્ણોદ્ધાર

વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Modi Gujarat Visit )18 જૂને જ્યાં આવવાના છે તે કાર્યોને પાવાગઢના ઇતિહાસને બદલનારો વિકાસ યજ્ઞ ગણાવાઇ રહ્યાં છે. કુલ 137 કરોડના ખર્ચે વિકાસ કાર્યો (Development work to change the history of Pavagadh) કરવામાં આવ્યાં છે. પીએમ મોદી મહાકાળી માતાના મંદિરના નવનિર્મિત શિખર પર ધ્વજારોહણ (Flag hoisting by PM Modi at Pavagadh temple) કરવાના છે. જે શિખર કળશ તેમજ ધ્વજદંડને સોનાથી મઢવામાં આવ્યાં છે.

Development work to change the history of Pavagadh : 137 કરોડના ખર્ચે શી સુવિધાઓ વિકસાવાઇ જૂઓ
Development work to change the history of Pavagadh : 137 કરોડના ખર્ચે શી સુવિધાઓ વિકસાવાઇ જૂઓ

By

Published : Jun 17, 2022, 6:04 PM IST

ગાંધીનગર - વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Modi Gujarat Visit )આવતીકાલે પંચમહાલ જિલ્લામાં સુપ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢની મુલાકાત લેવા જઈ રહ્યા છે. સવારે 11.00 વાગ્યે વડાપ્રધાન પાવાગઢ પહોંચશે. જ્યાં શાસ્ત્રોક્ત વિધિનુસાર પૂજા-અર્ચન કર્યા બાદ પાવાગઢ મંદિરમાં પીએમ મોદીના હસ્તે ધ્વજારોહણ (Flag hoisting by PM Modi at Pavagadh temple)થશે. આ વાત એટલા માટે મહત્વપૂર્ણ છે કારણ કે ધ્વજારોહણની સાથે પાવાગઢ યાત્રાધામનો ગૌરવવંતો ઇતિહાસ જોડાયેલો છે. જાણીએ કે કેવી રીતે આ સમગ્ર કામગીરી પાર પાડીને ઇતિહાસને બદલનારા વિકાસ યજ્ઞને વેગ (Development work to change the history of Pavagadh) આપવામાં આવ્યો છે.

મુખ્ય મંદિર અને ચોકને વિશાળ બનાવવામાં આવ્યો

શિખરની જગ્યાએ દરગાહ હતી તે સમજાવટથી અલગ કરી - પંદરમી સદીમાં પાવાગઢ ઉપર ચઢાઈ થયા બાદ મંદિરનું શિખર જર્જરિત થઈ ગયું હતું. આ શિખરને હવે નવા રંગરૂપ સાથે આધુનિક શૈલીથી તૈયાર કરવામાં આવ્યું છે. સૌપ્રથમ પાવાગઢ પહાડની ટોચ વિશાળ કરી મોટા પરિસરનો પાયો બનાવવામાં આવ્યો.ત્યારબાદ પરિસરના પહેલા તથા બીજા માળે આનુષંગિક સુવિધાઓ ઉભી કરવામાં આવી. માતાજીના ગર્ભગૃહમાં મૂળ સ્થાપન યથાવત્ રાખીને સંપૂર્ણ મંદિર નવું બનાવી મુખ્ય મંદિર અને ચોકને વિશાળ બનાવવામાં આવ્યો છે. માતાજીના જૂના મંદિરમાં જ્યાં શિખરની જગ્યાએ દરગાહ હતી તે સમજાવટથી અલગ કરી નવું શિખર બનાવવામાં આવ્યું છે, જેના પર ધ્વજદંડક પુન:સ્થાપિત કરવામાં આવ્યો છે.

રૂપિયા 125 કરોડના ખર્ચ પૈકી 70 ટકા ગુજરાત સરકારના પવિત્ર યાત્રાધામ બોર્ડ દ્વારા અને 30 ટકા ખર્ચ ટ્રસ્ટ દ્વારા કરવામાં આવ્યો

આ પણ વાંચોઃ PM Modi Gujarat Visit : વડાપ્રધાન મોદીના હસ્તે પ્રથમવાર થશે પાવાગઢ મંદિરે આ કાર્ય

કઇ સુવિધાઓ ઊભી કરાઇ -હાલ મંદિરમાં ભક્તોની સુવિધા માટે વિશ્રામગૃહ, પીવાનું શુદ્ધ પાણી, નવા અને સુવિધાસભર શૌચાલય સાથે જ સ્ટ્રીટ લાઈટની સુવિધા ઉભી કરવામાં આવી છે. સાથે જ મંદિરના પહેલાના જૂના અને ઉબડખાબડ પગથિયાની જગ્યાએ મોટા અને સુવ્યવસ્થિત પગથિયાનું નિર્માણ પણ કરવામાં આવ્યું છે. માંચીથી રોપ-વેના અપરસ્ટેશન સુધી 2200 પગથિયા અને અપરસ્ટેશનથી દૂધિયા તળાવ થઈને માતાજીના મંદિર સુધીના 500 પગથિયાનું નવનિર્માણ કરવામાં આવ્યું છે.

મોટા અને સુવ્યવસ્થિત પગથિયાનું નિર્માણ

ટ્રસ્ટના સહયોગમાં સરકાર -ઉલ્લેખનીય છે કે પાવાગઢ મંદિર જીર્ણોદ્ધારનું (Pavagadh temple renovation) કાર્ય અંદાજિત રૂપિયા 12 કરોડના ખર્ચે ટ્રસ્ટ દ્વારા સંપન્ન કરવામાં આવ્યું છે. તો મંદિર સિવાયના સમગ્ર સંકુલના વિકાસકામો માટે કરવામાં આવેલ અંદાજિત રૂપિયા 125 કરોડના ખર્ચ પૈકી 70 ટકા ગુજરાત સરકારના પવિત્ર યાત્રાધામ બોર્ડ દ્વારા અને 30 ટકા ખર્ચ ટ્રસ્ટ દ્વારા કરવામાં આવ્યો છે.

કુલ 137 કરોડના ખર્ચે વિકાસ કાર્યો

આ પણ વાંચોઃપાવાગઢ મંદિર 2 દિવસ ભક્તો માટે રહેશે બંધ, શું છે કારણ, જાણો

અતિથિગૃહ અને મલ્ટિલેવલ પાર્કિંગનું પણ થશે નિર્માણ -આગામી સમયમાં યજ્ઞશાળા દૂધિયા તળાવ (Dudhiya Talav) પાસે બૃહદ ભોજનશાળા અને પ્રવાસીઓના રાત્રિ રોકાણ માટેની ભક્તિનિવાસ સુવિધાઓ તેમજ છાસિયા તળાવ પાસેથી સીધી જ માતાજીના મંદિર સુધી પહોંચાડતી બે મોટી લિફ્ટ ઊભી કરવામાં આવશે. સાથે જ પાવાગઢ પર્વત પર માતાજીના મંદિરના સમગ્ર સંકુલની પ્રદક્ષિણા થાય એ રીતે દૂધિયા અને છાસિયા તળાવને જોડતો પ્રદક્ષિણાપથ તૈયાર કરવામાં આવશે. માંચી પાસે અતિથિગૃહ અને મલ્ટિ લેવલ પાર્કિંગનું નિર્માણ કરવામાં આવશે. આજુબાજુમાં પર્વત પર વનવિભાગના સહયોગથી મોટાપાયે વૃક્ષારોપણનું આયોજન હાથ ધરાશે.

ABOUT THE AUTHOR

...view details