પોલીસ સુત્રો પાસેથી મળતી વિગતો અનુસાર હાલોલ તાલુકાના જેપુરા ગામ ખાતે રહેતા પ્રવીણ ચૌહાણ દ્વારા ખેતીના પાક રક્ષણ માટે ઇસ્યુ કરવામાં આવેલ બંદૂકનો ઉપયોગ યાત્રાધામ પાવાગઢ ખાતે આવેલી વિશ્વ વિરાસત દરજ્જો ધરાવતી ઐતિહાસિક જામા મસ્જિદ ખાતે સિક્યુરિટી ગાર્ડની નોકરી માટે કરવામાં આવ્યો હતો.
વિના લાયસન્સના ગનમેન તરીકે ફરજ બજાવતા સિક્યુરિટી ગાર્ડની અટકાયત - gujarat
પંચમહાલઃ જિલ્લાના સુપ્રસિદ્ધ પાવાગઢ ખાતે આવેલા ઐતિહાસિક વારસો ધરાવતી જામાં મસ્જિદ ખાતેથી જિલ્લા એસ.ઓ.જી પોલીસ દ્વારા વિના લાયસન્સે ગનમેન તરીકે ફરજ બજાવતા સિક્યુરિટી ગાર્ડની અટકાયત કરાઈ હતી.
ગાર્ડની નોકરી માટેની ખાનગી સીકયુંરિટી કંપની એસ.આઈ.એસ.માં બંદૂકધારી ગાર્ડ તરીકે નોકરી પર જોડાતા તેને જામાં મસ્જિદ ખાતે ફરજ પર મુકાયા હતા. પાક રક્ષણ માટે ઇસ્યુ કરવામાં આવેલી આ બંદૂકનો દુરુપયોગ કરવામાં આવ્યો હતો જે અંગેની બાતમી જિલ્લાની એસ.ઓ.જી. પોલીસને મળી હતી.
આ બાતમીને આધારે તપાસ કરતા પ્રવીણભાઈ એમની સીંગલ બેરલ બોરવાળી બંદુક ખભા ઉપર લગાવીને ફરજ પર હાજર હતા પરંતુ તેની પાસે બંદુકનું લાયસન્સ માંગતા મળી આવ્યુ ન હતું અને જણાવ્યું કે, લાયસન્સ ઘરે મૂક્યુ છે જ્યારે લાયસન્સ અંગેના પ્રકાર અંગે પૂછતા એ પાક રક્ષણ માટેનું હોવાનું જણાવ્યું હતું. જેથી પાક રક્ષણ માટેની બંદુકનો ઉપયોગ ખાનગી સિક્યુરિટી ગાર્ડ તરીકે નોકરી કરતા પોલીસ દ્વારા તેના વિરુદ્ધ પાવાગઢ પોલીસ મથકે ગુનો નોંધી તેની અટકાયત કરવામાં આવી હતી તેમજ બંદૂક કિંમત 10,000/- સહિત 2 જીવતા કારતૂસ કિંમત 200/- મળી 10,200/-નો મુદ્દામાલ પોલીસે કબ્જે કરી કાયદાકીય કાર્યવાહી હાથ ધરી છે.