ગુજરાત

gujarat

ETV Bharat / state

હાલોલમાં દેહવ્યાપારનો પર્દાફાશ, બે મુંબઇની યુવતીઓ સાથે ઈસમની અટકાયત - Panchamahal news

પંચમહાલ જિલ્લાના હાલોલ ખાતે મુંબઇની યુવતીઓ લાવીને દેહવ્યાપારના સોદાનો પોલીસે પર્દાફાશ કર્યો છે. જેમાં હાલોલ ટાઉન પોલીસની ટીમે બાતમીના આધારે સિંધવાઇ તળાવ વિસ્તારમાં એક કારમા યુવતીઓને બેસાડીને ગ્રાહકોને બોલાવીને દેહના સોદા કરતા ઇસમને મુંબઇની બે યુવતીઓ સાથે પકડી પાડ્યો છે. પોલીસે આ મામલે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

detained 3 Sex trade in Halol
પંચમહાલ

By

Published : Feb 14, 2020, 2:51 AM IST

પંચમહાલઃ હાલોલ નગરના સિંધવાઇ તળાવ વિસ્તારમાં નિર્મલ કુમાર પંડીત નામના ઇસમ દ્રારા પરપ્રાંતિય યુવતીઓને લાવીને કારમા દેહવ્યાપારનો સોદો ગ્રાહકો પાસે કરવામાં આવતો હોવાની હાલોલ ટાઉન પોલીસને ખાનગી રાહે બાતમી મળી હતી. આથી ટાઉન પોલીસની ટીમે દેહવ્યાપારના આ નેટવર્કને ઝડપી પાડવા માટે એક ડમી ગ્રાહક તૈયાર કર્યો હતો. સિંધવાઇ તળાવ પાસે ઉભી રહેલી નિર્મલ પંડીતની કાર પાસે ડમી ગ્રાહકે જઈ યુવતીનો દેહવ્યાપાર માટે ૫૦૦ રૂપિયામાં સોદો નક્કી કર્યો હતો.

હાલોલમાં દેહવ્યાપારનો પર્દાફાશ, બે મુંબઇની યુવતીઓ સાથે ઈસમની અટકાયત

પોલીસની સુચન મુજબ ડમી ગ્રાહકે ઇશારો કરતા હાલોલ ટાઉન પોલીસ ત્રાટકી હતી. જેમાં કારમા નિર્મલ પંડીત અને બે યુવતીઓ મળી આવી હતી. પોલીસે યુવતીઓની પ્રાથમિક પુછપરછ કરતા પોતે મુંબઇની હોવાનુ જણાવ્યુ હતુ. દેહવ્યાપારનો વ્યવસાય ચલાવતો નિર્મલ પંડીત યુવતીઓને ગ્રાહકદીઠ ૩૦૦ રૂપિયા આપતો હોવાની વિગતો બહાર આવી છે.

પોલીસે દેહવ્યાપાર કરાવનાર નિર્મલ પંડીતની રોકડ રકમ, કાર સાથે બે યુવતીઓની પોલીસે અટકાયત કરી તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.

ABOUT THE AUTHOR

...view details