ગોધરા નગરપાલિકા દ્વારા વિવિધ વિસ્તારોમાં બગીચાઓ બનાવવામાં આવી રહ્યા છે. ત્યારે આ બગીચાઓને આઝાદીના લડવૈયાઓના નામ આપવાની માંગ કરતો પ્રસ્તાવ ગોધરા નગરપાલિકાના બે લઘુમતી સદસ્યો દ્વારા મૂકવામાં આવ્યો છે. જેમાં જણાવ્યાનુસાર, ગોધરા શહેરમાં વિવિધ યોજના હેઠળ અલગ અલગ બગીચાઓની કામગીરી પુર્ણ કરવામાં આવી છે.પણ બગીચાઓના નામ રાખવામાં આવ્યા નથી. ત્યારે આ બગીચીઓના આઝાદીના લડૈયાઓના પરથી રાખવા જોઇએ. આ નામો રાખવાથી લોકોમાં દેશભક્તિની ભાવના જીવંત રહેશે, અને લોકોને દેશ માટે કંઇક કરવાની ભાવના જાગશે તેવા આશયથી આઝાદીના વીરોના નામ પરથી બાગના નામ રાખવા જોઇએ.
ગોધરામાં આઝાદીના લડવૈયાઓના નામ પરથી બગીચાનાનું નામ રાખવાની માંગ
ગોધરાઃ શેહરના વિવિધ વિસ્તારોમાં નવા બગીચાઓ બનાવવામાં આવી રહ્યા છે. ત્યારે ગોધરા પાલિકાના બે લઘુમતી સદસ્યોએ બગીચાને આઝાદીના લડૈયાઓના નામ આપવાની માંગ કરી છે.
બાગોના નામ આ પ્રમાણે છે (૧) ગંગોત્રી નગર બગીચાને મહાત્મા ગાંધી ઉદ્યાન (૨) રામનગર બગીચાને ડો.બાબા સાહેબ આંબેડકર ઉદ્યાન (૩) દેવ તલાવડી બગીચાને સરદાર વલ્લભભાઈ પટેલ ઉદ્યાન (૪) પથ્થર તલાવડી બગીચાને ચંદ્રશેખર આઝાદ ઉદ્યાન (૫) જુની લેન્ડફીલ સાઇટજેને સ્વ શતિલાલ.પી. પટેલ ઉદ્યાન (૬) મૈત્રી ગોદ્રા ને એ.પી.જે અબ્દુલ કલામ ઉદ્યાનના નામ આપવાનો પ્રસ્તાવ નગરપાલિકાના બે સભ્યો અકરમભાઈ પટેલ અને યાકુબ એ બકકરે નગરપાલિકા પ્રમુખ સમક્ષ લેખિત પ્રસ્તાવ રજૂ કર્યો છે. ત્યારે હવે જોવાનુ રસપ્રદ રહેશે કે,આગામી સામાન્ય સભામાં આ મામલે પાલિકા નામાભિધાન મામલે શું નિર્ણય લેવામાં આવશે.