સિવીલ હોસ્પિટલમાં વાહન આડેધડ પાર્ક કરેલા હોવાથી ટ્રાફિકની સમસ્યા ઉદભવે છે, આ ટ્રાફિકની સમસ્યાને નિવારવા માટે સિવીલ હોસ્પિટલના સતાધીશો દ્વારા સિક્યુરિટી ગાર્ડ મુકવામા આવ્યા છે. ત્યારે મંગળવારે ગોધરા સિવિલ હોસ્પિટલમાં પોતાના અંગત કામ માટે જિલ્લા વિકાસ અધિકારી એ.જે.શાહ સરકારી વાહનમાં પહોંચ્યા હતા. અને પોતાનુ કામને પુરૂ કરૂ ગાડીમાં બેસીને પરત રવાના થતા હતા. તે દરમિયાન હોસ્પિટલના બહાર નીકળવાના રસ્તે ટ્રાફિકની સમસ્યાને લઈને તેઓ પરત ગાડીમાંથી નીચે ઉતરી અને ખુલ્લેઆમ હાથમાં ડંડો લઈને સિક્યુરિટી ગાર્ડને અપશબ્દ બોલીને ડંડાવડે મારપીટ કરતા ચકચાર મચી ગયો હતો. સિક્યુરિટી ગાર્ડને ડંડા વડે માર મારતા મામલો ઉગ્ર બન્યો હતો અને સિવિલ હોસ્પિટલના સ્ટાફમાં પણ દોડધામના દશ્યો સર્જાયા હતા.
DDOએ કરી ડંડાવાળી, સિક્યુરીટી ગાર્ડ ઈજાગ્રસ્ત - GODHRA
પંચમહાલઃ જિલ્લાની મુખ્ય ગણાતી ગોધરા સિવિલ હોસ્પિટલમાં જિલ્લા વિકાસ અધિકારી એ.જે.શાહ દ્વારા સિક્યુરિટી ગાર્ડને સામાન્ય ટ્રાફિકના પ્રશ્ને ડંડાવડે મારપીટ કરતા ચકચાર મચી જવા પામી હતી. સિકયુરીટી ગાર્ડને પગના ભાગે ડંડા વડે માર મારતા ઈજાગ્રસ્ત બન્યો હતો.
એ.જે.શાહે ડંડાવડે સિક્યુરિટી ગાર્ડને માર મારતા ગાર્ડ ઈજાગ્રસ્ત બન્યો હતો. જેને સિવિલ હોસ્પિટલમાં વધુ સારવાર અર્થે ખસેડ્યો હતો, ઘટના બાદ એ.જે.શાહે મિડીયા સમક્ષ પોતે જે બન્યુ તેનો અફસોસ પણ વ્યકત કર્યો હતો અને પોતે સિવીલમાં ટ્રાફિકની પરિસ્થીતિ ઉભી થતા સિક્યૂરીટીને બોલાવા છતાં પહોંચવામાં વિલંબ કરી અને પોતાની સાથે ગેરવર્તણુક કરતા ડંડો માર્યો હોવાની વાત કરી હતી.
ઈજાગ્રસ્ત સિક્યુરિટી ગાર્ડ કનુભાઇએ આક્ષેપ કર્યો હતો કે DDOએ અપશબ્દો બોલી અને લાકડી મારી હતી. આ મામલો શહેરમાં ટોક ઓફ ધી ટાઉન બન્યો હતો. હાલ આ મામલે સિક્યુરિટી ગાર્ડના પત્નીએ પોલીસ વિભાગમાં અરજી આપી હોવાનું જાણવા મળ્યુ છે.