ગુજરાત

gujarat

ETV Bharat / state

Corpse from Canal of Panchmahal : મહીસાગરથી ગુમ થયેલા યુવક-યુવતીના મૃતદેહ પંચમહાલની કેનાલમાંથી મળી આવતા ચકચાર - Corpse in Muwada Panam Canal

પંચમહાલની કેનાલમાંથી યુવક-યુવતીના (Corpse from Canal of Panchmahal) મૃતદેહ મળી આવતા ફફડાટ ફેલાયો છે. આ બંને યુવક-યુવતી મહીસાગરથી ગુમ થયાનું જાણવા મળ્યું હતું. પરંતુ સ્થાનિક લોકો પોલીસને (Shahera Police Station) જાણ કરતા તપાસ હાથ ધરી હતી.

Corpse from Canal of Panchmahal : મહીસાગરથી ગુમ થયેલા યુવક-યુવતીના મૃતદેહ પંચમહાલની કેનાલમાંથી મળી આવતા ચકચાર
Corpse from Canal of Panchmahal : મહીસાગરથી ગુમ થયેલા યુવક-યુવતીના મૃતદેહ પંચમહાલની કેનાલમાંથી મળી આવતા ચકચાર

By

Published : Apr 16, 2022, 11:25 AM IST

પંચમહાલ :પંચમહાલના છેવાડે આવેલા ઉંડારા ગામ પાસેથી પસાર થતી પાનમ કેનાલમાં કોઈ કારણોસર લુણાવાડાના યુવક-યુવતી ડૂબ્યાના (Corpse from Canal of Panchmahal) સમાચાર સામે આવ્યા છે. આ યુવક-યુવતીના મૃતદેહ ઉંડારા અને બલુજીના મુવાડા પાસેની પાનલ કેનાલમાંથી મળી આવતા ફફડાટ ફેલાયો છે. આ વાતની જાણ થતાં પોલીસે અકસ્માત મૃત્યુનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

યુવક-યુવતી ઘરેથી કહીને નીકળ્યા હતા - ગુરૂવારના રોજ સવારના અગિયારેક વાગે મહીસાગરની રહેતી 23 વર્ષીય પુત્રી સોનેલાવ ગામે સ્કૂલમાં બાળકોને કરાટેની તાલીમ આપવા માટે જાવ છું તેમ કહીને નીકળી હતી. બીજી તરફ લુણાવાડાના ભોઈવાડા ચોક વિસ્તારનો 25 વર્ષીય યુવક ઘરેથી સ્કૂલોમાં બાળકોને કરાટેની તાલીમ આપવા જાઉં છું તેમ કહી નીકળ્યો હતો. જ્યારે પુત્રી મોડા સુધી પરત ઘરે ન (Men and Women Missing from Mahisagar) આવતા તેને ફોન કરતા ફોન પણ સ્વીચ ઓફ આવતો હતો. તેમજ યુવક પણ પરત ઘરે ન આવતા બંનેની શોધખોળ હાથ ધરતા સ્વીસ મોટર સાયકલ તેમજ અન્ય એક મોટર સાયકલ પંચમહાલના ઉંડારા ગામ પાસેથી પસાર થતી પાનમ કેનાલ પર હોવાનું જાણવા મળતા ડૉ. કેનાલ ઉપર પહોંચી ગયા હતા.

આ પણ વાંચો :વાપી-દમણ સરહદ પર કારમાં મહિલાનો સળગેલો મૃતદેહ મળી આવતાં ચકચાર

યુવતીનો મૃતદેહમળતા પોલીસ પહોંચી - કેનાલ ઉપર બે મોટર સાયકલ જોવા મળ્યા હતા. પરંતુ પુત્રી ત્યાં જોવા મળી ન હતી. તો બીજી તરફ બાઈક યુવકની હોવાનું માલુમ પડ્યું હતું. તે પણ ત્યાં જોવા મળ્યો ન હતો. જેથી શહેર પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી હતી. પરંતુ યુવક અને યુવતી કોઈ પત્તો લાગ્યો ન હતો. ત્યારબાદ શુક્રવારે સવારે ઉંડારા ગામે પાનમ કેનાલમાં (Corpse in Undara Panam Canal) એક અજાણો મૃતદેહ તરતી હોવાનું જાણવા મળતા યુવક-યુવતીના સગાસંબંધીઓએ ત્યાં પહોંચ્યા હતા.

આ પણ વાંચો :Murder case in Surat : સુરત પોલીસે એક સીમકાર્ડના આધારે હત્યાનો ભેદ ઉકેલ્યો

હકીકત ઘટનાની બહાર - સ્થાનિક લોકો અને પોલીસ દ્વારા મૃતદેહ બહાર કાઢવામાં આવતા પુત્રી હોવાનું બહાર આવ્યું હતું. જ્યારે લુણાવાડાથી ગુમ થયેલો યુવકની મૃતદેહ પણ બલુજીના મુવાડા પાસે પાનમ કેનાલમાં (Corpse in Muwada Panam Canal) પણ તરતી હોવાની જાણ થતાં યુવકના સગાસંબંધીઓ સહિત પોલીસે ત્યાં પહોંચી હતી. ત્યારબાદ બંનેના મૃતદેહને ખાનગી વાહનમાં શહેરા ખાતે પોસ્ટમોર્ટમ માટે મોકલી આપવામાં આવી હતી. જોકે યુવક અને યુવતી કેવી રીતે કેનાલમાં પડ્યા તે અંગે સત્ય હકીકત જાણવા મળી ન હતી. પરંતુ શહેરા પોલીસ મથકે (Shahera Police Station) યુવક અને યુવતીનું મૃત્યુ કોઈ કારણોસર થયું હોવાના મામલે અકસ્માત મૃત્યુનો ગુનો નોંધાયો છે.

ABOUT THE AUTHOR

...view details