ગોધરા પાસેના ગદૂકપર ખાતે આવેલી ગોવિંદ ગુરુ યુનિવર્સિટીના કેમ્પસના પોલીટેકનીક બિલ્ડીંગ અને ગોધરાની શેઠ PT આર્ટ્સ કૉલેજ ખાતે (ગુજરાત સ્ટેટ એલિજિબિલી ટેસ્ટ )જી-સ્લેટની પરીક્ષા યોજાઇ હતી.
ગોધરા ખાતે જી-સ્લેટની સ્પર્ધાત્મક પરીક્ષા શાંતીપૂર્ણ માહોલમાં સંપન્ન - panchmahal letest news
પંચમહાલઃ જિલ્લાના વડામથક ગોધરા ખાતે (ગુજરાત સ્ટેટ એલિજિબિલીટી ટેસ્ટ) જી-સ્લેટની સ્પર્ધાત્મક પરીક્ષા યોજાઇ હતી. જેમાં ગોધરા ખાતે બે પરીક્ષા સેન્ટરો રાખવામાં આવ્યા હતા. જે પરીક્ષા શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ થઈ હતી.
ગોધરા ખાતે જી-સ્લેટની સ્પર્ધાત્મક પરીક્ષા શાંતીપૂર્ણ માહોલમાં સંપન્ન
આ પરીક્ષા સવારે સાડા નવ કલાકે શરૂ થઈ હતી.અને સાડા બાર કલાકે સમાપ્ત થઈ હતી. કેન્દ્રના 57 બ્લોકમાં લેવાયેલી પરિક્ષામાં કુલ 1182 જેટલા પરિક્ષાર્થીઓ હાજર રહ્યાં હતા અને 171 પરિક્ષાર્થીઓ ગેરહાજર રહ્યા હતા.
આમ, કુલ 87.36 ટકા હાજરી પરીક્ષાર્થીઓની નોંધાઈ હતી, આ પરીક્ષા CCTVથી સજ્જ પરીક્ષાખંડોમાં લેવામાં આવી હતી. પરીક્ષા દરમિયાન કોઈ ગેરરીતિનો બનાવ ન બનતા શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થઈ હતી.