- પંચમહાલ જિલ્લામાં વેક્સિનેશનનો પ્રારંભ કરાયો
- પ્રથમ સિવિલના ડોક્ટર અને ત્યાર બાદ ખાનગી ડોક્ટરને રસી અપાઈ
- 4 કેન્દ્રો 52400 જેટલા ખાનગી અને સરકારી ક્ષેત્રના આરોગ્ય કર્મીઓને રસી અપાઈ
ગોધરાઃ પંચમહાલ જિલ્લાના મુખ્યમથક ગોધરા સહિત ચાર તાલુકાઓમાં રવિવારે કોરોના રસીનો પ્રારંભ કરાવવામાં આવ્યો હતો.સૌપ્રથમ આ રસી ડોક્ટરને આપવામાં આવી હતીં. જેમાં ગોધરા શહેરમાં આવેલા જનરલ નર્સિંગ સ્કૂલ ખાતે સિવિલ હોસ્પિટલના મનોચિકત્સક ડૉ પીનલ ગાંધીને પ્રથમ કોવિશિલ્ડ વેક્સિનનો ડોઝ આપવામાં આવ્યો હતો.ત્યારબાદ અન્ય આરોગ્યકર્મીઓને સરકારની ગાઈડલાઇન્સ મુજબ વેક્સિન આપવામાં આવી હતી.
400 જેટલા આરોગ્ય કર્મીઓને અપાઈ રસી
પંચમહાલમાં 4 તાલુકામાં કરાયો રસીકરણનો પ્રારંભ - પંચમહાલ રસીકરણ
પંચમહાલ જિલ્લાના મુખ્યમથક ગોધરા સહિત ચાર તાલુકાઓમાં રવિવારે કોરોના રસીનો પ્રારંભ કરાવવામાં આવ્યો હતો.સૌપ્રથમ આ રસી ડોક્ટરને આપવામાં આવી હતીં.
રવિવારે જિલ્લાના 4 રસીકરણ કેન્દ્રો પરથી રસીકરણનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. ગોધરા શહેરના સિવિલ લાઇન્સ રોડ પર આવેલા જનરલ નર્સિંગ સ્કૂલ ખાતેના રસીકરણ કેન્દ્ર પરથી ગોધરા તાલુકામાં રસીકરણનો પ્રારંભ ધારાસભ્ય સી.કે. રાઉલજી દ્વારા કરાવવામાં આવ્યો હતો.ગોધરા સિવિલ હોસ્પિટલમાં મનોચિકિત્સક તરીકે ફરજ બજાવતા ડૉ પીનલ ગાંધીને પ્રથમ કોવિશીલ્ડ વેક્સિન નો ડોઝ આપવામાં આવ્યો હતો ત્યારબાદ ગોધરાના ખાનગી તબીબ ડૉ શ્યામસુંદર શર્માને વેક્સિન બીજો ડોઝ આપવામાં આવ્યો હતો. વેક્સિનેશન દરમ્યાન સરકારની તમામ પ્રક્રિયાનું ચુસ્ત પાલન કરવામાં આવ્યું હતું. આ સાથે વેક્સિન લેનાર તમામ લાભાર્થીઓને નિરીક્ષણ હેઠળ રાખવામાં આવ્યા હતા. પંચમહાલ જિલ્લામાં પ્રથમ દિવસે ગોધરા, કાલોલ, હાલોલ અને શહેરા એમ ચાર કેન્દ્રો પર 400 જેટલા ખાનગી અને સરકારી ક્ષેત્રના આરોગ્ય કર્મીઓને કોવીશિલ્ડ વેક્સિનના ડોઝ આપવામાં આવ્યા હતા.
તબીબોએ ડોઝ લીધા બાદ આપ્યો અભિપ્રાય
ગોધરા ખાતે વેક્સીનનો ડોઝ મેળવનાર તબીબોએ પોતાનો અનુભવ જણાવી કહ્યું હતું કે કોરોનાની વેક્સીન લીધા પછી વેક્સીન મુકવામાં આવી છે તે જગ્યા પર કે તેમના શરીરમાં કોઈપણ પ્રકારની આડ અસર થઈ નથી. આ રસી બિલકુલ સુરક્ષિત હોવાનું જણાવી વેક્સીન અંગેની ગેરમાન્યતાઓમાં નાગરિકોએ આ વેક્સીન લેવી જોઈએ તેવી પણ અપીલ કરી હતી.