પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકાનું વર્ષો જુનું બસસ્ટેશન નવુ બનતું હોવાથી મુસાફરો માટે અત્યારે પતરાનું બસ સ્ટેશન ઊભુ કરવામાં આવી રહ્યુ છે. 1 કરોડ 79 લાખ રૂપિયાના ખર્ચે નવું બસ્ટેશન ઉભુ કરવામાં આવી રહ્યું છે. હાલ નવા બસ સ્ટેશનની કામગીરી પૂર્ણતાના આરે છે, પરંતુ જે કામ બાકી છે તેની કામગીરી મંદ ગતિએ ચાલતી હોવાથી દિવસો લંબાતા જાય છે.
શહેરા એસ.ટી. બસ સ્ટેશનની કામગીરી ગોકળગાય ગતિએ - performance
પંચમહાલઃ શહેરા ખાતે બની રહેલ નવા બસ સ્ટેશનની કામગીરી પુર્ણ થવા જઈ રહી છે. ત્યારે કોન્ટ્રાકટર દ્વારા મંદગતિએ કામગીરી ચાલી રહી હોવાથી મુસાફરોને કામચલાઉ રીતે ઉભું કરવામાં આવેલા પતરાના બસ સ્ટેશનમાં ગરમીમાં શેકાવાનો વારો આવી રહ્યો છે.
શહેરા એસ.ટી. બસ સ્ટેશન
એકબાજુ ઉનાળાની કાળઝાળ ગરમી ચાલી રહી છે, ત્યારે મુસાફરોને આ પતરાવાળા બસ સ્ટેશનમાંમાં શેકવાનો વખત આવી રહ્યો છે. જ્યારે આ બસ સ્ટેશનનું કામ વહેલી તકે પૂર્ણ થાય તેવી રોજિંદા મુસાફરોની માગ ઉઠવા પામી છે. આ બાબતે એસ.ટી. વિભાગના સુત્રો તરફથી જાણવા મળ્યા મુજબ, આગામી જૂન મહિનામાં નવા બસસ્ટેશનનું લોકાપર્ણ કરવામાં આવશે.