ગુજરાત

gujarat

ETV Bharat / state

ગોધરા નગરપાલિકાની સીટી બસોને વિદ્યાર્થીઓ માટે કાર્યરત કરાઈ - ghodhra

પંચમહાલઃ ગોધરા નગરપાલિકા સંચાલિત સીટી બસ સેવાને નજીવા દરે વિદ્યાર્થીઓની સેવામાં ઉપલ્બ્ધ કરાવવાનો નિર્ણય લેવાતા ગોધરાવાસીઓ માટે ખુશીના સમાચાર આવ્યા છે. અમદાવાદમાં ચાલુ વાને બાળકો પડી જવાની ઘટના બાદ ગોધરા તંત્ર દ્વારા આ નિર્ણય લેવાયો છે.

hd

By

Published : Jun 22, 2019, 3:55 AM IST

ગોધરા શહેરના વિવિધ વિસ્તારમાં પાલિકા તંત્ર દ્વારા સીટી બસની સેવા શરૂ કરાઈ છે. વાલીઓની રજૂઆતને પગલે નગરપાલિકા દ્વારા બાળકોની સલામતીના ભાગરૂપે વિદ્યાર્થીઓના હિતમાં નિર્ણય લેવામાં આવ્યો છે.

ગોધરા નગરપાલિકાની સીટી બસોને વિદ્યાર્થીઓ માટે કાર્યરત કરાઈ

તાજેતરમાં અમદાવાદમાં ચાલુ સ્કૂલવાનમાંથી બાળકો પડી જવાની ગંભીર ઘટના સામે આવી હતી, બાદમાં પોલીસ વિભાગ અને આર.ટી.ઓ વિભાગ હરકતમાં આવ્યા હતા. તેમજ ચેકીંગ અને દંડનીય કાર્યવાહી કરવામાં આવી રહી હતી.ઉપરાંત વાહનો ડિટેઈન કરી ચાલકોને સબક શીખવવામાં આવ્યો હતો. ત્યારે વધુ એક નિર્ણય ગોધરાના સ્થાનિક તંત્ર દ્વારા લેવાયો છે. જેમાં વિવિધ વિસ્તારોમાં અવર-જવર કરતા નાગરિકો બાદ હવે તંત્રની સીટી બસો સ્થાનિક વિદ્યાર્થીઓ માટે કાર્યરત કરાઈ છે.

રીક્ષા અને અન્ય સ્કૂલવાહનોના ભાડા મોંઘા થયાં છે ત્યારે પાલિકા દ્વારા બાળક દીઠ 250 રૂપિયાની માસિક ફીન ક્કી કરી વિદ્યાર્થીઓને ઘરેથી શાળાએ પહોંચાડાવા અને શાળાથી ઘરે પહોંચાવાની જવાબદારી ઉઠાવી છે. પાલિકાના આ નિર્ણયને તમામ ગોધરાવાસીઓએ વધાવી લીધો છે.

ABOUT THE AUTHOR

...view details