- 22 દિવસથી ચાલી રહ્યો છે વિરોધ
- વિધાનસભા સામે સેન્ટ્રલ વિસ્ટા ગાર્ડનમાં વિરોધ
- હવે સરકાર નહીં માને તો જળ ત્યાગની અપાઇ ચીમકી LRD મુદ્દે મુખ્યપ્રધાન રૂપાણીએ આપ્યું નિવેદન
પંચમહાલઃ LRD જવાનો ગત 22 દિવસથી ગાંધીનગરમાં વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. જેમાં આજે સોમવારે 50થી વધુ LRD જવાનોની પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી હતી, ત્યારે મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ LRD મુદ્દે નિવેદન આપ્યું છે. જેમાં તેમણે જણાવ્યું કે, રાજ્ય સરકાર નવી 11,000 ભરતી કરવાની છે. જેથી જે લોકોનું સિલેક્શન થયું નથી, તેમને ઉદાસ થવાની જરૂર નથી.
પુરુષ ઉમેદવારની સંખ્યા વધારવાની માગ
આંદોલન કરી રહેલા ઉમેદવારોની એક જ માંગણી છે કે, રાજ્ય સરકાર પુરુષ ઉમેદવારોની સંખ્યામાં વધારો કરે. આવું નહીં કરવા પર આ ઉમેદવારોએ જળ ત્યાગ કરવાની ચીમકી આપી હતી.