પંચમહાલ: જિલ્લાના ગ્રામીણ વિસ્તારમાં MGVCL વીજકંપનીની વિજીલન્સ ટીમ દ્વારા સુરક્ષાકર્મીઓ સાથે ગ્રામીણ વિસ્તારોમાં વીજ ચેંકિંગ હાથ ધરવામાં આવ્યુ હતુ. તેમાં વ્યાપક પ્રમાણમાં વીજ ચોરી થતી હોવાનુ બહાર આવ્યુ હતુ.
પંચમહાલમાં MGVCLની રેડના પગલે વીજચોરી કરનારાઓમાં ફફડાટ
પંચમહાલના ગ્રામીણ વિસ્તારમાં વીજચોરી થતી હોવાની વ્યાપક બુમોને કારણે MGVCL વીજકંપનીની વિજીલન્સ ટીમ દ્વારા સુરક્ષાકર્મીઓ સાથે ગ્રામીણ વિસ્તારોમાં વીજ ચેંકીગ હાથ ધરવામાં આવ્યું હતુ.
પંચમહાલમાં MGVCLની રેડના પગલે વીજચોરી કરનારાઓમાં ફફડાટ
ગોધરા MGVCL કચેરી તરફથી મળતી માહીતી અનુસાર 436 જેટલી વીજ કનેકશનનું ચેંકીગ હાથ ધરવામા આવ્યુ હતું. જેમા 91 જેટલા વીજ કનેકશનમા ચોરી થતી હોવાનું બહાર આવ્યુ હતુ. તેમજ 10 લાખની કિંમતની વિજચોરી પકડી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. તેમજ વીજમીટર,વાયર સહિતનો સામાન પણ જપ્ત કર્યો હતો.