પંચમહાલ જિલ્લાના સુપ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢ કે જ્યાં 52 શક્તિપીઠમાંનું એક બિરાજમાન શ્રી મહાકાળીકા માતાજીના મંદિર ટ્રસ્ટ દ્વારા માતાજીના દર્શનના સમયગાળામાં ફેરફાર કરવામાં આવ્યો છે. ગુરૂપુર્ણિમાના દિવસે ખંડગ્રાસ ગ્રહણ હોવાથી માતાજીના દર્શનના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે. તો માતાજીના દર્શન માટે તારીખ 16 જુલાઇને મંગળવારના રોજ ગુરુપૂર્ણિમાના દિવસથી ખંડગ્રાસ ગ્રહણને લઈ માતાજીના દર્શનમાં વેધ પડતો હોય માતાજીના દર્શન ગ્રહણ દરમિયાન બંધ રાખવાનું મંદિર ટ્રસ્ટ દ્વારા જાહેર કરવામાં આવ્યું છે.
ગુરૂપૂર્ણિમાના દિવસે ખંડગ્રાસ ગ્રહણના પગલે પાવાગઢમાં દર્શનના સમયમાં ફેરફાર - Gujarati News
પંચમહાલ: જિલ્લામાં આવેલા પ્રસિદ્ધ યાત્રાધામ એવા પાવાગઢમાં મંગળવારના રોજ ગુરૂપૂર્ણિમાના દિવસે ખંડગ્રાસ ગ્રહણને લઈ મહાકાલી માતાજીના દર્શનના સમયગાળામાં મંદિર ટ્રસ્ટ દ્વારા ફેરફાર કરવામાં આવ્યો છે. જેમાં માતાજીના દર્શન ગુરૂપૂર્ણિમાના દિવસે બપોરના 4:00 કલાકથી બીજે દિવસ તારીખ 17 જુલાઇના રોજ સવારના 5 વાગ્યા સુધી મંદિર માતાજીના દર્શન બંધ રાખવામાં આવ્યા છે. તો આ સમયગાળા બાદ માતાજીના દર્શનનો સમય રાબેતા મુજબ રહેશે.
ગુરૂપૂર્ણિમાના દિવસે ખંડગ્રાસ ગ્રહણના પગલે પાવાગઢમાં દર્શનના સમયમાં કરાયો ફેરફાર
મંગળવારની બપોરના 4:00 વાગ્યાથી લઇને જ્યારે ગ્રહણનો સ્પર્શ મધ્યરાત્રીના 1.32 કલાકેથી મધ્યરાત્રીની 3.01 કલાક સુધી ચાલુ રહેશે. જ્યારે ગ્રહણનો મોક્ષ સવારે 4.00 કલાકે થશે જેથી મંદિરના દર્શન 17 જુલાઇના સવારના 5.00 કલાક સુધી બંધ રાખવામાં આવશે. જે બાદ માતાજીના દર્શન માટે કપાટ ખોલવામાં આવશે. જે બાદ માતાજીના દર્શનનો સમય રાબેતા મુજબ જળવાઇ રહેશે.