પંચમહાલઃ જિલ્લાના શહેરા ખાતે આવેલી શ્રીમતી SJ દવે હાઈસ્કુલ ખાતે મતદાતા દિવસની ઊજવણી કરવામાં આવી હતી. જેમા મામલતદાર મેહુલ ભાઈ ભરવાડ તેમજ ચૂંટણી અધિકારી અને શહેરાના પ્રાંત ઓફિસર જયકુમાર બારોટ ઉપસ્થિત રહ્યા હતા અને શાળાના વિધાર્થીઓને લોકશાહીમાં મતદાનનું મહત્વ સમજાવ્યું હતું.
શહેરા ખાતે રાષ્ટ્રીય મતદાતા દિવસની કરાઇ ઉજવણી - Panchmahal news
શહેરા ખાતે આવેલી શ્રીમતી SJ દવે હાઈસ્કૂલ ખાતે તાલુકા કક્ષાના મતદાતા દિવસની ઉજવણી કરવામાં આવી હતી. જિલ્લા સહિત તાલુકા મથકો ખાતે રાષ્ટ્રીય મતદાતા દિવસની ઉજવણી કરવામાં આવી હતી.
શહેરા ખાતે રાષ્ટ્રીય મતદાતા દિવસની કરાઇ ઉજવણી
ભવિષ્યમાં મતદાર બને ત્યારે મતદાન કરી લોકશાહીને મજબૂત બનાવવા હાકલ પણ કરી હતી. આ કાર્યક્રમમાં નવા નોંધાયેલા યુવા મતદારોને ચૂંટણીકાર્ડ પણ આપવામાં આવ્યા હતા. આ કાર્યક્રમમાં વિધાર્થીઓ અને શિક્ષકો હાજર રહ્યાં હતાં.