ગુજરાત

gujarat

By

Published : Dec 25, 2019, 8:42 PM IST

ETV Bharat / state

પંચમહાલના ગોધરામાં નાતાલ પર્વની ધામધૂમથી ઉજવણી

પંચમહાલઃ જિલ્લાના ગોધરા ખાતે નાતાલ પર્વની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી. જેમાં શહેરની મધ્યમાં આવેલા મેથોડીસ્ટ ચર્ચ ખાતે ખિસ્ત્રી સમુદાયના લોકો એકત્ર થયા હતા અને નાતાલ પર્વની શુભકામનાઓ પાઠવી હતી. તેમજ ચર્ચમાં પ્રભુ ઈસુને પ્રાર્થના કરી હતી.

panchmhal
પંચમહાલમાં નાતાલ પર્વની ધામધૂમથી ઉજવણી

25મી ડિસેમ્બરનો દિવસ સમગ્ર દુનિયામાં નાતાલ તરીકે ઉજવાય છે. પંચમહાલ જિલ્લા વડા મથક ગોધરા શહેર ખાતે પણ પ્રભુ ઈસુના જન્મ દિવસ એવા નાતાલ પર્વની ભારે ધામધૂમ અને હર્ષોલ્લાસ ભેર ઉજવણી કરવામાં આવી હતી.

પંચમહાલમાં નાતાલ પર્વની ધામધૂમથી ઉજવણી

નાતાલ પર્વને લઇને ગોધરા શહેરમાં આવેલા ચર્ચોને રોશનીથી સજાવામાં આવ્યા હતા. સવારથી જ ખિસ્ત્રી સમાજના લોકો નવા કપડાં પહેરીને ગોધરા શહેરની મધ્યમાં આવેલા મેથોડિસ્ટ ચર્ચ ખાતે ઉમટી પડ્યા હતા. નાતાલ પર્વની મેરી ક્રિસમસ કહીને એકબીજાને શુભકામનાઓ પાઠવી હતી અને ચર્ચમાં પ્રાર્થના પ્રવચન કર્યા હતા.

ABOUT THE AUTHOR

...view details