પંચમહાલ લોકસભા બેઠક માટે પાછલા કેટલાક સમયથી મંડાગાઠોનો અંત આવ્યો છે. જેમાંહાલના સીંટીંગ ધારાસભ્ય પ્રભાતસિંહ ચૌહાણની ટિકિટ કપાતા નવા ઉમેદવાર તરીકે લુણાવાડાના ધારાસભ્ય રતનસિંહ રાઠોડને ટિકિટ આપીછે. જેને લઇનેશહેરા ભાજપના કાર્યકરોમાં ઉત્સાહનું મોજું ફરી વળ્યું હતું.
પંચમહાલ લોકસભા બેઠક માટે ઉમેદવાર જાહેર, રતનસિંહ રાઠોડની કરાઇ વરણી
પંચમહાલ: લોકસભા બેઠક માટે આતુરતાનો અંત આવ્યો છે. જેમાં પંચમહાલ ૧૮ લોકસભા બેઠક માટે લુણાવાડાના ધારાસભ્ય રતનસિંહ રાઠોડને ઉમેદવાર તરીકે જાહેર કરવામાં આવ્યા છે. જેને લઈને શહેરા ભાજપ કાર્યાલયમાં ફટાકડા ફોડીને આનંદ મનાવ્યો હતો. તેમજ 'જીતેગા રતનસિંહ જીતેગા'ના સુત્રોચ્ચારો કરવામાં આવ્યા હતા.
સ્પોટ ફોટો
ભાજપ કાર્યાલયે મોટી સંખ્યામાં ફટાડકા ફોડીને આનંદ વ્યક્ત કરાયોહતો. ભાજપ મહાપ્રધાનઅને ભાજપ પ્રમુખ મગન પટેલીયાએ જણાવ્યું હતું કે ફરીથી પંચમહાલ લોકસભા સીટ પર કમળ ખીલશે. ગત લોકસભાની ચૂંટણીની લીડ હતી તેનાથી વધુ લીડથી જીતશે.