ગુજરાત

gujarat

ETV Bharat / state

SRP Jawan Accident: હાલોલ નજીક SRP જવાનોથી ભરેલી બસ પલટી, 30થી વધુ જવાનો ઈજાગ્રસ્ત - હાલોલ નજીક SRP જવાનોથી ભરેલી બસ પલટી

પંચમહાલમાં હાલોલના ભીખાપુરા પાસે SRP જવાનો ભરેલી બસ પલટી હતી. બસમાં સવાર 30થી વધારે જવાનો ઈજાગ્રસ્ત થયા છે, જ્યારે 4 જવાનને ગંભીર ઇજાઓ પહોંચતા વધુ સારવાર માટે વડોદરા રિફર કરાયા છે.

Etv Bharat
Etv Bharat

By ETV Bharat Gujarati Team

Published : Oct 30, 2023, 7:44 PM IST

Updated : Oct 30, 2023, 8:10 PM IST

હાલોલ નજીક SRP જવાનોથી ભરેલી બસ પલટી

પંચમહાલ:હાલોલ નજીક SRP જવાનો ભરેલી બસ પલટી જતાં અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં બસમાં સવાર 30થી વધારે જવાનોને ઇજાઓ પહોંચતાં તમામને અન્ય બસ અને 108 મારફત હાલોલ સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે લાવવામાં આવ્યા હતા.

30થી વધુ SRP જવાનો ઇજાગ્રત: સામે આવેલી માહિતી પ્રમાણે બસમાં 40થી વધુ જવાનો સવાર હતા. બસ બેકાબૂ બની કોતરમાં ઊતરી જઈ પલટી ખાઈ ગઈ હતી. 30થી વધુ SRP જવાનો ઇજાગ્રત થયા છે. તમામ જવાનોને હાલોલ રેફરલ હોસ્પિટલ સારવાર માટે લાવવામાં આવ્યા છે, જે પૈકી 4 જવાનને ગંભીર ઇજાઓ પહોંચી હોવાથી વધુ સારવાર માટે વડોદરા રિફર કરાયા છે.

બ્રેક ફેઇલ થતાં અકસ્માત: હાલોલ નજીક પાવાગઢની તળેટીમાં ડુંગરાળ વિસ્તારમાં ફાયરિંગની તાલીમ માટે આવેલા દાહોદ જિલ્લાના પાવડી SRP ગ્રુપના 150 જવાન આજે ત્રણ દિવસની તાલીમ પૂરી કરી પરત ફરી રહ્યા હતા. ત્યારે ફાયરિંગ બટના ડુંગરાળ અને કાચા માર્ગ ઉપરથી બહાર નીકળતા સમયે ગ્રુપના જવાનોની એક બસ ઢાળ ઊતરતાં બ્રેક ફેઇલ થઈ ગઈ હતી. જેને પગલે અકસ્માત સર્જાયો હતો.

સર્જાયેલા અકસ્માતમાં બસમાં સવાર 30થી વધારે જવાનોને ઇજાઓ પહોંચતાં તમામને અન્ય બસ અને 108 મારફત હાલોલ સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે લાવવામાં આવ્યા હતા, જ્યાં પ્રાથમિક સારવાર આપી વધુ ઇજાગ્રસ્ત 8 જવાનને વડોદરા ખસેડવામાં આવ્યા છે. ડોક્ટર્સ હાલ તમામ જવાનોને સારવાર આપી રહ્યા છે. અન્ય કોઈ જવાન ગંભીર ઇજાગ્રસ્ત હશે તો તેને પણ વડોદરા રિફર કરવામાં આવશે.

Last Updated : Oct 30, 2023, 8:10 PM IST

ABOUT THE AUTHOR

...view details