ગુજરાત

gujarat

ETV Bharat / state

પંચમહાલમાં BSNL ગ્રાહકોના લાખો રૂપિયા ફસાયા, આ છે કારણ...

ગોધરા ખાતે આવેલ BSNLમાં 1000 જેટલા લેન્ડલાઈન ધારકોની ડિપોઝીટના 20 લાખ જેટલા રૂપિયા 2 વર્ષથી મળ્યા નથી.

aaa
પંચમહાલ BSNLમાં ગ્રાહકોના લાખો રૂપિયા ફસાયા

By

Published : Feb 19, 2020, 11:00 AM IST

પંચમહાલઃ મોબાઇલના જમાનામાં હવે લેન્ડલાઈનનો નહીંવત ઉપયોગ લોકો કરી રહ્યા છે. જેમાં લેન્ડ લાઇન જેની પાસે હતા તેમને પોતાના લેન્ડ લાઇન પરત કર્યા છે. એમાં જો પંચમહાલ ,દાહોદ અને મહિસાગરની વાત કરીએતો આ ત્રણેય જિલ્લામાં કુલ 79 હજાર કનેક્શન હતાં. જેમાં મોબાઇલ યુગે BSNLના વળતા પાણી કર્યા છે. હાલ 3 જિલ્લામાં થઈને ફક્ત 16 હજાર જ લેન્ડલાઈન ધારકો બચ્યા છે.

પંચમહાલ BSNLમાં ગ્રાહકોના લાખો રૂપિયા ફસાયા

હવે જો લોકોના નાણાં ફસાયાની વાત કરીએ તો જે તે વખતે BSNL દવારા લેન્ડલાઈનના કનેકશન માટે ગ્રાહક પાસે 2 હજાર રીફન્ટેબલ લેવામાં આવતા હતા. જો કે, હાલ કુલ 63 હજાર જેટલા કનેક્શન બંધ છે. જેમાં BSNL દ્વારા અમુક બાકી નીકળતા બિલ હોય તેવા ગ્રાહકોનું બિલમાં સેટલમેન્ટ કર્યું છે.

આશરે 800 જેટલા ગ્રાહકોના નાણાં હજુ ફસાયેલા છે. જો કે, BSNLની કથળતી જતી સ્થિતિને લઈને થોડા સમય આગઉ 163 જેટલા પંચમહાલના BSNLના કર્મીઓને VRS આપવામાં આવ્યું હતું. જો કે, ખાડે ગયેલ BSNLના કર્મચારીઓના 2 મહિનાના પગાર પણ બાકી હોવાનું જાણવા મળેલ છે. હવે 800 જેટલા ગ્રાહકોના નાણાં ક્યારે મળશે, એ પણ એક ચિંતાનો વિષય છે.

ABOUT THE AUTHOR

...view details