દિવાળીનો તહેવાર નજીક આવતાં બુટલેગરો ફરી સક્રિય બન્યા છે. દિવસેને દિવસે દારૂની હેરાફેરીના કિસ્સાઓમાં વઘી રહ્યાં છે. છેલ્લા ત્રણ દિવસમાં જ પંચમહાલ જિલ્લામાં આશરે 6 લાખથી વધુનો દારૂ ઝડપાયો છે.
પંચમહાલમાં રીક્ષામાં દારૂની હેરાફેરી કરતાં બુટલેગરો ઝડપાયા શહેરા નગરમાં અણિયાદ ચોકડી પાસેથી રીક્ષામાં સીટ નીચે ખાના બનાવીને દારૂનો જથ્થો લઈ જતાં બુટલેગરો ઝડપાયા હતાં. LCBની ટીમને બુટલેગરો વિશે માહિતી મળી હતી. તેના આધારે પોલીસે ચોકી ગોઠવીને અણીયાદ ચોકડી પાસેથી બુટલેગરોને ઝડપી પાડ્યા હતાં.
રીક્ષાની સીટમાં દારૂ છુપાવીને હેરાફેરી કરતાં આરોપી ઝડપાયાં સંતરામપુરથી ઉંડારા જવાના અંતરિયાળ રસ્તા પરથી રીક્ષામાં દારૂનો જથ્થો લઈ જતાં બે વ્યક્તિઓ ઝડપાયા હતાં. જેથી અણીયાદ ચોકડી પર નાકાબંઘી કરવામાં આવી હતી. તે દરમિયાન બાતમીના આધારે રીક્ષા મળી આવતાં તેની તપાસ કરવામાં આવી હતી. જેમાં રીક્ષાની પાછળની સીટમાં ખાના બનાવીને છુપાવેલો દારૂનો જથ્થો મળી આવ્યો હતો.
રીક્ષામાં આવેલાં લોકોની તપાસ હાથ ધરતા બંને વ્યક્તિઓએ પોતાનું નામ અરવિંદ બારીયા અને ધર્મેશ પારઘી જેઓ ગોધરાના નદીસરમાં રહેતા હોવાનું જણાવ્યું હતું, ત્યારબાદ પોલીસે રીક્ષા સહિત દારૂ ભરી આપનાર પકાની સામે ફરિયાદ નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.