ગુજરાત

gujarat

ETV Bharat / state

પત્નીના આડા સંબંધથી રઘવાયેલા પતિએ યુવકને મોતને ઘાટ ઉતાર્યો - about wife's imminent relationship

પંચમહાલઃ કાલોલ તાલુકાના અડાદરા-ગેગડીયા રોડ પર સળકા ગામના પાટીયા પાસે શુક્રવારે સળગીને ખાખ થઈ ગયેલો મૃતદેહ મળી આવ્યો હતો. પોલીસ તપાસમાં આ મૃતદેહ વડોદરાના યુવાનનો હોવાનું માલુમ પડ્યુ છે. તેમજ યુવકને પેટ્રોલ છાંટી સળગાવી દેવાયો હોવાનો ખુલાસો થયો છે.

bootlegger-kills-the-young-man-in-the-face-of-a-wifes-imminent-relationship
bootlegger-kills-the-young-man-in-the-face-of-a-wifes-imminent-relationship

By

Published : Jan 18, 2020, 12:44 PM IST

આ રોડ પર રાહદારીઓને સળગેલો મૃતદેહ નજરે ચઢતા તેમણે પોલીસને જાણ કરી હતી. જ્યાં વેજલપુર પોલીસનો કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. વેજલપુર અને જિલ્લા પોલીસની પ્રાથમિક તપાસમાં અજાણ્યા શખ્સો દ્વારા યુવકને મારીને ઘટનાસ્થળે ફેંકી સળગાવી દેવાયો હોવાનું અનુમાન લગાવ્યું છે.

આ ઘટનાના સંદર્ભે વડોદરાના વારસિયાના રીક્ષા ચાલકે સ્થાનિક પોલીસ મથકમાં જાણ કરી હતી કે, 3 લોકો દ્વારા રીક્ષા ભાડે કરી હતી. તેમની પાસે કોથળામાં કોઈ સામાન હતો. જેઓએ રીક્ષાને હાલોલ તરફ લઈ જવા માટે જણાવ્યું હતુ. તેમજ ચેલાવાડા થઈ અડાદ્રા નજીક અવાવરૂ જગ્યાએ રીક્ષા ઉભી રખાવી હતી. તેમજ રીક્ષાચાલકને દૂર ઉભો રાખી તેઓ કોથળો લઈને ગયા હતા.

પત્નીના આડા સંબંધથી રઘવાયેલા પતિએ યુવકને મોતને ઘાટ ઉતાર્યો

રીક્ષાચાલકે પોલીસ મથકમાં વધુ વિગતો આપતા જણાવ્યું હતુ કે, બીજા દિવસે તે પોતાની રીક્ષાની સાફ-સફાઈ કરી રહ્યો હતો, તે દરમિયાન તેને રીક્ષામાં લોહીના ડાઘ દેખાયા હતા. તેથી તેની જાણ કરવા તે પોલીસ મથક પહોંચ્યો હતો. વારસિયા પોલીસે આ ઘટના અંગે પંચમહાલ પોલીસને જાણ કરી, રીક્ષા ચાલકને સાથે રાખી ઘટનાસ્થળે પહોંચ્યાં હતાં.

પોલીસે વધુ તપાસ હાથ ધરતાં મૃતક વડોદરાના કિશનવાડી વિસ્તારનો રૂષાંક હોવાનું જણાયું હતું. તેમજ વડોદરા ખાતે કિશનવાડી ખાતે રહેતા બુટલેગર દ્વારા પોતાની પત્નીના મૃતક યુવક સાથે સંબંધ હોવાથી, પોતાન અન્ય સાગરીતો સાથે મળી યુવકને મોતને ઘાટ ઉતાર્યો હોવાનો ખુલાસો થયો છે. પોલીસે બુટલેગર સહિત અન્ય 2 આરોપીઓની ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી છે.

ABOUT THE AUTHOR

...view details